નૈઋત્યનું ચોમાસું કેરળમાં વહેલું બેસશે, 29 મેએ

મુંબઈ – ભારતીય હવામાન વિભાગ તરફથી સારા સમાચાર મળ્યા છે.

આ વર્ષે નૈઋત્યનું ચોમાસું દેશમાં વહેલું બેસશે.

આ ચોમાસું હંમેશાં દક્ષિણી રાજ્ય કેરળમાં સૌથી પહેલા બેસે છે અને આ વખતે તે 29 મેએ બેસી જશે.

સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂને બેસતું હોય છે. આ વખતે એ ત્રણ દિવસ વહેલું બેસશે.

વેધશાળાનું કહેવું છે કે આંદામાનના દરિયા તથા બંગાળના અખાતના અગ્નિ ખૂણા પરના આકાશમાં 23 મેથી ચોમાસું બેસી જાય એવી અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે.

તેથી એવી ધારણા કરી શકાય કે કેરળમાં ચોમાસું 29 મેએ બેસશે.

હવામાન વિભાગે વરસાદની મોસમ અંગે ગયા મહિને કરેલી પહેલી આગાહીમાં કહ્યું હતું કે આ વર્ષે ચોમાસું નોર્મલ રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]