મુંબઈગરાંઓની તરસ છીપાશે; મોડકસાગર સરોવર પણ છલકાઈ ગયું

મુંબઈ – મહાનગર મુંબઈને પીવાનું પાણી પૂરું પાડનાર કુલ સાત જળાશયોમાં એક વધુ તળાવ, મોડકસાગર પણ ચોમાસાનાં સતત ભારે વરસાદને પગલે છલકાઈ ગયું છે. આ મોસમમાં મુંબઈનું આ બીજું તળાવ છલકાયું છે. સૌથી નાનું તુલસી તળાવ ગયા અઠવાડિયે છલકાઈ ગયું હતું.

અન્ય પાંચ જળાશય – ભાતસા, અપર વૈતરણા, મધ્ય વૈતરણા, વિહાર અને તાનસામાં પણ વરસાદના પાણીની ઘણી સારી આવક થઈ છે. આ જળાશયોમાં પણ પાણીની સપાટી સતત વધી રહી છે.

તમામ જળાશયોમાં ભાતસા સૌથી મોટું છે. આ સાતેય છલકાવા માટે કુલ 14.5 લાખ મિલિયન લીટર પાણી ભરાવું જોઈએ. અત્યાર સુધીમાં 60 ટકા એટલે કે આઠ લાખ મિલિયન લીટર પાણી ભરાઈ ગયું છે.

અપર વૈતરણામાં 42.78 ટકા પાણી ભરાયું છે.

તાનસામાં 80.56 ટકા

મધ્ય વૈતરણામાં 63.56 ટકા

વિહારમાં 94.33 ટકા

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]