મુંબઈની નેહલ ચુડાસમા બની ‘મિસ યુનિવર્સ ઈન્ડિયા-2018’

મુંબઈ – અત્રેની રહેવાસી નેહલ ચુડાસમાને ગઈ કાલે રાતે અહીં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ‘યામાહા ફેસિનો મિસ ડિવા મિસ યુનિવર્સ-2018’ તરીકે જાહેર કરાઈ એનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.

ફ્રીલાન્સ એન્કર, ફિટનેસ કન્સલ્ટન્ટ, મોડેલ નેહલ હવે આ વર્ષના ડિસેંબરમાં બેંગકોકમાં યોજાનાર મિસ યુનિવર્સ-2018 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

અહીં વરલી સ્થિત NSCI ડોમ ખાતે આયોજિત કાર્યક્રમમાં, બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે નેહલને વિજેતા તરીકે ઘોષિત કરી હતી. ગયા વર્ષની મિસ ડિવા-મિસ યુનિવર્સ ઈન્ડિયા શ્રદ્ધા શશીધરે નેહલને તાજ પહેરાવ્યો હતો.

21 વર્ષની નેહલને ફિટનેસ પ્રવૃત્તિઓ, એથ્લેટિક્સ, ડાન્સિંગ, કૂકિંગમાં વિશેષ રૂચિ છે. એ એવું માને છે કે સખત મહેનતનો કોઈ પર્યાય હોતો નથી.

જયપુરની અદિતી હુંડિયા ફર્સ્ટ રનર-અપ અને લખનઉની રોશની શોરેન સેકન્ડ રનર-અપ તરીકે ઘોષિત કરાઈ હતી.

જજીસ પેનલમાં સુશાંત સિંહ રાજપૂત ઉપરાંત શિલ્પા શેટ્ટી-કુન્દ્રા, નેહા ધુપીયા, લારા દત્તા અને મિસ યુનિવર્સ 2017 ડેમી લેઈ નેલ પીટર્સનો સમાવેશ થાય છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]