માઈક ટાયસન પહેલી જ વાર મુંબઈમાં; સલમાનનો બોડીગાર્ડ શેરા છે એમનો અંગરક્ષક

0
2388

મુંબઈ – અમેરિકાના દંતકથા સમાન બોક્સર માઈક ટાયસન મુંબઈ આવ્યા છે. આજે વહેલી સવારે તેઓ મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે એમને જોવા માટે બોક્સિંગની રમતના ચાહકો અને ટાયસનના પ્રશંસકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ટાયસનનું અંગત રીતે રક્ષણ કરવાની જવાબદારી બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ લીધી છે. એરપોર્ટ પર લોકોના ટોળાથી એણે જ ટાયસનને બચાવ્યા હતા.

ટાયસન આ પહેલી જ વાર મુંબઈ આવ્યા છે. તેઓ શહેરમાં, નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે ગ્લોબલ કુમિતે-1 લીગ સ્પર્ધાના ઉદઘાટન માટે આવ્યા છે. આ સ્પર્ધા માર્શલ આર્ટ્સની છે.

શેરાએ કહ્યું કે મુંબઈમાં ટાયસનના રોકાણ દરમિયાન એમનું રક્ષણ કરવા માટે પોતે સલમાન ખાન પાસેથી આગોતરી પરવાનગી લીધી હતી.