જાણીતા નાટ્યનિર્માતા મનહર ગઢિયાનું ટૂંકી માંદગી બાદ મુંબઈમાં નિધન

મુંબઈ – જાણીતા ગુજરાતી નાટ્યનિર્માતા અને પ્રચારક મનહર ગઢિયાનું ટૂંકી માંદગી બાદ આજે સવારે અહીં તેમના નિવાસસ્થાને નિધન થયું છે.

મનહરભાઈના પરિવારજનોએ આપેલી જાણકારી મુજબ, સદ્દગતના અંતિમ સંસ્કાર આજે બપોરે 2.30 વાગ્યે અંધેરી (પૂર્વ)માં ચકાલા વિસ્તારસ્થિત સહાર રોડ પરના મુક્તિધામમાં કરવામાં આવશે.

મનહરભાઈને ‘ચિત્રલેખા’ પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ.

‘ચિત્રલેખા’એ ગયા વર્ષે વાર્ષિક અંક સાથે પ્રગટ કરેલી ‘ગૌરવવંતા ગુજરાતી’ વિશેષ પૂર્તિમાં મનહર ગઢિયાનો પણ સમાવેશ કર્યો હતો. ‘રંગભૂમિ મારું ઝનૂન છે – ધબકાર છે’ લેખ વાંચવા માટે નીચેની લિન્ક ક્લિક કરોઃ

https://chitralekha.com/manhar.pdf

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]