નવી મુંબઈના ઉરણમાં ONGCના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી, પાંચનાં મોત

મુંબઈ – પડોશના નવી મુંબઈમાં આવેલા ઉરણ વિસ્તારમાં ઓએનજીસી કંપનીના ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં આજે સવારે લગભગ 7 વાગ્યે ભીષણ આગ લાગી હતી.

આ દુર્ઘટનામાં પાંચ જણનાં મોત થયાનો અહેવાલ છે.

અનેક ફાયર એન્જિન્સ સાથે જવાનો આગ બુઝાવવાનાં કાર્યમાં વ્યસ્ત છે.

આગનાં કારણની હજી જાણકારી મળી નથી.

આગ ઓઈલ એન્ડ ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં લાગી હતી. આગને બુઝાવવા માટે ઓએનજીસી કંપનીના જ ફાયર મેનેજમેન્ટ વિભાગની ટીમ તરત જ કામે લાગી ગઈ હતી.

આગને કારણે ઓઈલ પ્રોસેસિંગ કામગીરી પર કોઈ અવળી અસર થઈ નથી. ગેસ કંપનીના હજીરા સ્થિત પ્લાન્ટ ખાતે ડાઈવર્ટ કરી દેવામાં આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]