મહારાષ્ટ્રમાં એસ.ટી. બસ પ્રવાસ 18 ટકા મોંઘો થયો

મુંબઈ – મહારાષ્ટ્ર રાજ્યમાં આજે મધરાતથી રાજ્ય સરકાર સંચાલિત મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ (એસ.ટી.) બસની ટિકિટના દરમાં 18 ટકાનો વધારો થશે.

એસ.ટી. મહામંડળે આ વિશેનો પરિપત્ર બહાર પાડ્યો છે. નવો દર આજે મધરાતથી લાગુ થઈ જશે.

ઈંધણના વધી ગયેલા ભાવ, કર્મચારીઓના વેતનમાં વધારો કરવા માટે કરવામાં આવેલા કરાર વગેરે કારણોને લીધે એસ.ટી. બસની ટિકિટના દરમાં વધારો કરવાનો મહામંડળે નિર્ણય લીધો છે.

બસભાડા વધી જવાથી મુંબઈ-પુણે વચ્ચે દોડાવાતી એરકન્ડિશન્ડ શિવનેરી અને શિવશાહી લક્ઝરી બસોનું ભાડું રૂ. 430 અને રૂ. 253થી વધીને અનુક્રમે રૂ. 510 અને રૂ. 300 થશે.