હજુ પણ ધારાસભ્યો પર આટલી શંકા શા માટે?: ફડણવીસ

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં પ્રોટેમ સ્પીકર બદલવાને લઈને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસ,એનસીપી અને શિવસેના પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે, ગુપ્ત રીતે સદનને શા માટે બોલવામાં આવી રહી છે. નિયમોને નેવે મુકીને કેમ પ્રોટેમ સ્પીકરને બદલવામાં આવી રહ્યા છે? હજુ પણ ધારાસભ્યો પણ કેમ શંકા કરવામાં આવી રહી છે? તેમણે આગળ કહ્યું કે, નવી સરકારે પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડૂતોને મદદ કરવાને લઈને ચર્ચા કરવાને બદલે એ વાત પર ચર્ચા કરી કે બધાની નજરથી છૂપાવીને બહુમત સાબિત કરવામાં આવે. જો આ સરકાર પાસે બહુમત છે તો ગુપ્ત રીતે સદન શા માટે બોલાવવી પડી?

મહત્વનું છે કે, એનસીપીના વરિષ્ઠ નેચા દિલીપ વલસે પાટીલને શુક્રવારે મહારાષ્ટ્ર વિધાનસભાના અસ્થાપી (પ્રોટેમ) સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકાર આજે વિધાનસભામાં બહુમતી સાબિત કરશે. 288 સભ્યોના ગૃહમાં શિવસેના પાસે 56 ધારાસભ્યો છે, એનસીપીના 54 અને કોંગ્રેસ પાસે 44 ધારાસભ્યો છે. આમ ગઠબંધનને કુલ 154 ધારાસભ્યોનું સમર્થન છે, જ્યારે જાદુઈ આંકડો 145 છે. આ સાથે જ મંત્રાલયની વહેંચણી અને મંત્રીઓના નામ પર ચર્ચા થશે.

ઉલ્લેખનીય છે કે શિવસેનાની પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે જેનાથી તે બહુમત સાબિત કરી શકશે. મહારાષ્ટ્રમાં નવી સરકારની પાસે 3 ડિસેમ્બર સુધીનો સમય છે. જો કે એ સ્પષ્ટ થયું છે કે શિવસેના- કોંગ્રેસ અને એનસીપીની સત્તારૂઢ મહાવિકાસ અઘાડી આજે પોતાનો બહુમત સિદ્ધ કરવાની કોશિશ કરશે. ઉલ્લેખનીય છે કે બહુમતી પરિક્ષણ પૂર્વે ભાજપના કાલિદાસ કોલમ્બકરને પ્રોટેમ સ્પીકરમાંથી બદલ્યા છે, અને એનસીપીના દિલીપ વલસે પાટિલને નવા પ્રોટેમ સ્પીકર બનાવ્યા છે.