આ વર્ષે ચેરાપૂંજી કરતાં મહાબળેશ્વરમાં વધારે વરસાદ પડ્યો

મુંબઈ – મહારાષ્ટ્રમાં પશ્ચિમી ઘાટ વિસ્તારમાં આવેલા જાણીતા હિલસ્ટેશન મહાબળેશ્વરમાં આ વખતે આખા દેશમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. મહાબળેશ્વરે આ વર્ષે આ બાબતમાં મેઘાલયના ચેરાપૂંજીને પાછળ રાખી દીધું છે.

વરસાદની મોસમને અંતે મહાબળેશ્વર દેશનું ‘wettest place’ બનશે એવી ધારણા રખાય છે.

પરિસ્થિતિમાં આવેલું આ પરિવર્તનનું કારણ ચેરાપૂંજીમાં આ વખતે પડેલો ઓછો વરસાદ છે.

ચેરાપૂંજીમાં દર વર્ષે ચોમાસામાં 8000 મી.મી.થી વધારે વરસાદ પડતો હોય છે. આ આંકડો આ વખતે ઘણો ઓછો નોંધાયો છે. 1 જૂન અને 28 ઓગસ્ટ વચ્ચે ચેરાપૂંજીમાં માત્ર 4,730 મી.મી. વરસાદ પડ્યો હતો. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 5,619 મી.મી. વરસાદ પડ્યો હતો.

જ્યારે મહાબળેશ્વરમાં આ વખતે આ જ સમયગાળા દરમિયાન 5,619 મી.મી. વરસાદ નોંધાયો હતો. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે મહાબળેશ્વરમાં 100 મી.મી. વરસાદ વરસાદ પડ્યો છે.

પશ્ચિમ બંગાળ, ઓડિશાના આકાશમાં હવાનું નીચું દબાણ સર્જાવાને કારણે મહાબળેશ્વર તથા આસપાસના પહાડી વિસ્તારોમાં આ વખતે વધારે વરસાદ પડ્યો હતો.

ચેરાપૂંજી ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં બે વિક્રમ ધરાવે છે. એક, સિંગલ વર્ષમાં સૌથી વધારે વરસાદ. 1860ના ઓગસ્ટ અને 1861ના જુલાઈ વચ્ચે ચેરાપૂંજીમાં 26,471 મી.મી. વરસાદ પડ્યો હતો, જે વિશ્વવિક્રમ છે. બીજો રેકોર્ડ છે, એક જ મહિનામાં સૌથી વધારે વરસાદ પડવાનો. 1861ના જુલાઈમાં ત્યાં 9,300 મી.મી. વરસાદ પડ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]