મુંબઈ વિમાન દુર્ઘટનાઃ 40 મજૂરો જમવા ગયા હતા એટલે મોતથી બચી ગયા

0
970

મુંબઈ – અહીંના ઘાટકોપર (વેસ્ટ) ઉપનગરમાં ગુરુવારે જ્યાં એક ખાનગી ચાર્ટર્ડ વિમાન તૂટી પડ્યું હતું તે બાંધકામ હેઠળના એક મકાનમાં કામ કરતા 40 જેટલા મજૂરો જમવા ગયા હતા એટલે મોતમાંથી આબાદ રીતે ઉગરી ગયા હતા.

વિમાન એ મકાનના કમ્પાઉન્ડમાં તૂટી પડ્યું એની અમુક મિનિટો પહેલા જ એ મજૂરો જમવા માટે નીકળી ગયા હતા.

જોકે ત્રણ મજૂરે લંચ માટે નીકળવામાં થોડુંક મોડું કર્યું હતું એટલે એમને થોડીક ઈજા થઈ હતી. એમને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કારમી દુર્ઘટનામાં પાંચ જણના મરણ નિપજ્યા છે, જેમાં બે પાઈલટ, બે એરક્રાફ્ટ મેન્ટેનન્સ કર્મચારી તથા એક રાહદારીનો સમાવેશ થાય છે.

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મહિલા પાઈલટ મારિયા ઝુબેરી (ઈન્સેટમાં)