જિઓ અને એસબીઆઈની ડિજિટલ પાર્ટનરશિપ, બંનેના ગ્રાહકને લાભ

મુંબઈ: જિઓ પેમેન્ટ્સ બેંક (આરઆઇએલ અને એસબીઆઈ વચ્ચેનું 70:30 સંયુક્ત સાહસ) કાર્યરત થયાં પછી જિઓ અને એસબીઆઈએ તેમનાં ગ્રાહકો માટે વિશિષ્ટ ડિજિટલ બેંકિંગ, પેમેન્ટ અને વાણિજ્યિક સફર સાથે અત્યાધુનિક, સરળ, દ્વિપક્ષીય અનુભવ પ્રદાન કરશે.જિઓ અને એસબીઆઈએ ડિજિટલ પાર્ટનરશિપ કરી છે, જેનો ઉદ્દેશ એસબીઆઈના ડિજિટલ ગ્રાહકોના આધારને અનેકગણો વધારવાનો છે. એસબીઆઈ યોનો પરિવર્તનકારક ઓમ્નિ ચેનલ પ્લેટફોર્મ છે, જે ગ્રાહકોને ડિજિટલ બેંકિંગ, કોમર્સ અને ફાઇનાન્શિયલ સુપરસ્ટોર ઓફર કરે છે. યોનાની ડિજિટલ બેંકિંગની ખાસિયતો અને સોલ્યુશન માયજિયો પ્લેટફોર્મ મારફતે ઉપલબ્ધ થશે તેમજ ગ્રાહકને સતત, સરળ, સંકલિત અને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરશે. ભારતની સૌથી મોટી ઓવર-ધ-ટોપ (ઓટીટી) મોબાઇલ એપ્લિકેશન માયજિયો હવે એસબીઆઈ અને જિઓ પેમેન્ટ બેંકની નાણાકીય સેવાની ક્ષમતા પ્રદાન કરશે.

જિઓ અને એસબીઆઈનાં ગ્રાહકોને જિયો પ્રાઇમમાંથી લાભ મળશે, જે રિલાયન્સનું ઉપભોક્તાઓને જોડવાનું કોમર્સ પ્લેટફોર્મ છે. જિયો પ્રાઇમ રિલાયન્સ રિટેલ, જિયો, પાર્ટનર બ્રાન્ડ અને વેપારીઓ સાથે વિશિષ્ટ ડિલ ઓફર કરશે. ઉપરાંત એસબીઆઈ રિવોર્ડ્ઝ (એસબીઆઈનો હાલનો લોયલ્ટી પ્રોગ્રામ) અને જિઓ પ્રાઇમ વચ્ચે સંકલન સાધીને એસબીઆઈ ગ્રાહકો વધારાની લોયલ્ટી રિવોર્ડ મેળવવાની તકો પ્રદાન કરશે તેમજ રીલાયન્સ, જિયો અને અન્ય ઓનલાઇન તથા ફિઝિકલ પાર્ટનર ઇકોસિસ્ટમની અંદર વિસ્તૃત રિડેમ્પ્શન ઓફર કરશે.

એસબીઆઈ નેટવર્ક ડિઝાઇન કરવા અને પ્રદાન કરવા તેમજ કનેક્ટિવિટી સોલ્યુશન માટે પોતાનાં પ્રેફર્ડ પાર્ટનર્સમાંનાં એક જિઓને સામેલ કરશે. જિઓનું શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત નેટવર્ક એસબીઆઈને વીડિયો બેંકિંગ અને અન્ય ઓન-ડિમાન્ડ સેવાઓ જેવી ગ્રાહકકેન્દ્રિત સેવાઓ લોંચ કરશે. ઉપરાંત એસબીઆઈના ગ્રાહકો માટે વિશેષ ઓફર પર જિઓ ફોન ઉપલબ્ધ થશે.

આ પાર્ટનરશિપ પર એસબીઆઈ ચેરમેન રજનીશ કુમારે કહ્યું હતું કે, “ડિજિટલ બેંકિંગમાં લીડરશિપ સાથે ભારતની સૌથી મોટી બેંક તરીકે અમને વિશ્વનાં સૌથી મોટાં નેટવર્ક જિયો સાથે જોડાણ કરવાની ખુશી છે. સહકારનાં તમામ ક્ષેત્રો પારસ્પિક લાભદાયક છે, જે એસબીઆઈનાં ગ્રાહકો માટે ડિજિટલ સેવામાં વધારો કરશે તથા ગ્રાહકોને શ્રેષ્ઠ અને લાભદાયક અનુભવ પ્રદાન કરશે.”

રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “એસબીઆઈનાં ગ્રાહકોની સંખ્યાનો આધાર આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ છે. જિઓ રિટેલ ઇકોસિસ્ટમમાં પોતાનાં શ્રેષ્ઠ નેટવર્ક અને પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એસબીઆઈ અને જિઓના ગ્રાહકોની તમામ જરૂરિયાતો પૂરી પડાવા ડિજિટલ ટેકનોલોજીની સ્વીકાર્યતા વધારવા કટિબદ્ધ છે.”

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]