ઈશા અંબાણી, આનંદ પિરામલની શુક્રવારે ઈટાલીમાં સગાઈ

મુંબઈ – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીની 26 વર્ષીય પુત્રી ઈશા અંબાણી 21 સપ્ટેંબર, શુક્રવારે ઈટાલીના લેક કોમો ખાતે આનંદ પિરામલ સાથે સગાઈના બંધનથી જોડાશે.

આનંદ પિરામલ 33 વર્ષના છે અને પિરામલ ગ્રુપના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર છે. એ અંબાણી પરિવારનાં બહુ જૂના મિત્ર છે.

ઈશા-આનંદની સગાઈના પ્રસંગની ઉજવણી 23 સપ્ટેંબર સુધી ચાલશે. મહેમાનો માટે જુદા જુદા ડ્રેસ કોડ રાખવામાં આવ્યા છે.

આનંદ પિરામલે આ વર્ષના મે મહિનામાં મહાબળેશ્વરમાં એક મંદિરમાં ઈશાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]