ઈશા-આનંદનાં લગ્નઃ અંબાણી પરિવારે આવકાર્યા મહેમાનોને

મુંબઈ – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી અને એમના પત્ની નીતા અંબાણીની પુત્રી ઈશાનાં લગ્નનો આજે દિવસ છે. ઈશાનાં લગ્ન અન્ય ઉદ્યોગપતિ આનંદ પિરામલ સાથે થઈ રહ્યાં છે. લગ્નસ્થળ છે, દક્ષિણ મુંબઈમાં અલ્ટામાઉન્ટ રોડ પર આવેલું અંબાણી પરિવારનું નિવાસસ્થાન – એન્ટીલિયા.

અંબાણી પરિવારમાં ઉજવાઈ રહેલા આ પહેલાં જ પ્રસંગમાં અનેક જાણીતી હસ્તીઓ મહેમાન તરીકે પહોંચી છે. આમાં બોલીવૂડ અભિનેતાઓ આમિર ખાન અને અમિતાભ બચ્ચનનો પણ સમાવેશ થાય છે.

ઈશા અને આનંદની સગાઈ આ વર્ષનાં સપ્ટેંબરમાં કરવામાં આવી હતી.

હાલમાં જ બંનેની લગ્નપૂર્વેના ઉજવણી કાર્યક્રમોનું રાજસ્થાનના ઉદયપુરમાં આયોજન કરવામાં આવ્યું હતું.

અંબાણી પરિવારના આ આનંદના પ્રસંગમાં આમંત્રણને પગલે સહભાગી થયેલી બોલીવૂડની હસ્તીઓમાં જયા બચ્ચન, ઐશ્વર્યા રાય-બચ્ચન, આરાધ્યા બચ્ચન, સલમાન ખાન, પરિણિતી ચોપરા, અનિલ કપૂર અને એની પત્ની સુનિતા, બોની કપૂર અને એમની પુત્રીઓ જ્હાન્વી તથા ખુશી, વિદ્યા બાલન અને એનો પતિ સિદ્ધાર્થ રોય કપૂર, કરિશ્મા કપૂર, વરુણ ધવન વગેરે.

(તસવીરો: દીપક ધુરી)અનિલ અંબાણી
અભિષેક, ઐશ્વર્યા, આરાધ્યા બચ્ચન
ઈશા અંબાણી


અભિનેત્રી કિઆરા અડવાની
પ્રિયંકા ચોપરા અને પતિ નિક જોનાસ


ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને આવકારતા અનિલ અંબાણી
આમિર ખાન અને પત્ની કિરણ રાવ
નવ્યા નવેલી નંદા


અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન-નંદા, નવ્યા નવેલી નંદા


સચીન તેંડુલકર, પત્ની અંજલિ અને પુત્ર અર્જૂન


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]