ચિંતા ન કરો, નીરવ મોદીનાં દસ્તાવેજો સુરક્ષિત છે, આગમાં રાખ થયા નથીઃ ઈન્કમ ટેક્સ વિભાગ

મુંબઈ – ઈન્ક્મ ટેક્સ વિભાગની મુંબઈ સ્થિત ઓફિસમાં હાલમાં લાગેલી એક આગમાં નીરવ મોદી અને મેહુલ ચોક્સી સંબંધિત રેકોર્ડ્સ અને દસ્તાવેજો રાખ થઈ ગયા હોવાના અહેવાલોને ઈન્કમ ટેક્સ વિભાગે રદિયો આપ્યો છે.

વિભાગે ટ્વિટર દ્વારા આ રદિયો આપ્યો છે. એણે કહ્યું છે કે, મુંબઈમાં સિંધીયા હાઉસમાં આવેલી ઈન્કમ ટેક્સ વિભાગની ઓફિસમાં લાગેલી આગમાં નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે ચાલી રહેલી તપાસ સંબંધિત રેકોર્ડ્સ અને દસ્તાવેજો રાખ થઈ ગયા હોવાનો દાવો કરતા અમુક અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે. એ દસ્તાવેજો, રેકોર્ડ્સને સલામત રીતે અન્યત્ર ખસેડી લેવામાં આવ્યા હતા.

દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલા બેલાર્ડ એસ્ટેટ ખાતેના સિંધીયા હાઉસમાં આવેલી ઈન્કમ ટેક્સ (તપાસ) ઓફિસમાં ગયા શુક્રવારે ભયાનક આગ લાગી હતી. એ ઓફિસમાં વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા બેન્ક ડિફોલ્ટરો સંબંધિત મહત્ત્વની ફાઈલો રાખવામાં આવી છે.

એ આગમાં કોઈને ઈજા થઈ નહોતી. એક વ્યક્તિ મકાનના બીજા માળે ફસાઈ ગયો હતો એને બંબાવાળાઓએ ઉગારી લીધો હતો.

સિંધીયા હાઉસમાં આવેલી ઈન્કમ ટેક્સ વિભાગની ડેટ રીકવરી ટ્રિબ્યુનલની ઓફિસ આવેલી છે.

httpss://twitter.com/IncomeTaxIndia/status/1003268861544677376

httpss://twitter.com/IncomeTaxIndia/status/1003260661009285123

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]