અભિનેત્રી હિના ખાન ‘લાલબાગચા રાજા’ ગણપતિનાં દર્શન કરવા ગઈ એમાં એની ટીકા થઈ

મુંબઈ – ટીવી સિરિયલ અભિનેત્રી તથા રિયાલિટી શો ‘બિગ બોસ 11’ની સ્પર્ધક હિના ખાન હાલમાં જ મુંબઈમાં સુપ્રસિદ્ધ સાર્વજનિક ગણેશ મંડળ ‘લાલબાગચા રાજા’ના ગણપતિનાં દર્શન કરવા ગઈ હતી, પણ એમાં સોશિયલ મિડિયા નેટવર્ક્સ પર એની ખૂબ ટીકા કરવામાં આવી છે.

હિના એનાં બોયફ્રેન્ડ રોકી જયસ્વાલની સાથે ‘લાલબાગચા રાજા’ ગણપતિના દર્શન કરવા ગઈ હતી અને એની તસવીર એણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી.

‘લાલબાગચા રાજા’ મંડપમાં જઈને હિનાએ બીજાં શ્રદ્ધાળુઓની સાથે ‘ગણપતિ બાપા મોરયા’ નારા પણ લગાવ્યા હતા.

પણ એનાં આશ્ચર્ય વચ્ચે ઘણા મુસ્લિમોએ એની ટીકા કરી છે. હિના મુસ્લિમ ધર્મની છે.

હિનાની આ પહેલાં પણ ટીકા થઈ ચૂકી છે. ભૂતકાળમાં એક પ્રસંગે એ પગમાં જૂતાં પહેરીને એક ગણેશ મૂર્તિની નજીક ગઈ હતી એટલે લોકો એની પર ભડકી ગયાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]