મુંબઈને ડિસેંબર સુધીમાં મળશે ત્રણ ગૂગલ ક્લાઉડ ઝોન

મુંબઈ – સર્ચ એન્જિન કંપની ગૂગલે જાહેરાત કરી છે કે તે આ વર્ષના અંત સુધીમાં દેશના આર્થિક પાટનગર મુંબઈમાં તેનું ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરશે. સ્થાનિક ક્લાયન્ટ્સ પાસેથી આ પ્રકારની સેવા માટેની માગણી વધી હોવાથી ગૂગલે આ નિર્ણય લીધો છે.

ક્લાઉડ સેવા પૂરી પાડવાના ક્ષેત્રમાં સ્પર્ધા જામી છે. એમાં અમેરિકાની ટેક્નોલોજી કંપનીઓ એમેઝોન અને માઈક્રોસોફ્ટ સામે ગૂગલ પાછળ રહી જવા પામી છે.

ગૂગલ ક્લાઉડ માટેના કન્ટ્રી મેનેજર મોહિત પાંડેએ કહ્યું છે કે 2017ના ચોથા ક્વાર્ટરના અંત સુધીમાં ઈન્ડિયા ક્લાઉડ રીજન મુંબઈમાં લાઈવ થશે અને એના ત્રણ ઝોન હશે.

ગૂગલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમ્પ્યુટિંગ, સ્ટોરેજ, બિગ ડેટા, નેટવર્કિંગ જેવી મહત્વની સેવાઓ પૂરી પાડશે.

આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ગૂગલ કેટલું મૂડીરોકાણ કરશે કે એની ક્ષમતા કેટલી હશે તે વિશે કોઈ જાણકારી અપાઈ નથી.

ભારતમાં, ડીબી મિડિયા, અશોક લેલેન્ડ, ડીટીડીસી જેવી કંપનીઓને ગૂગલ તેની સેવાઓ પૂરી પાડે છે.