કાર-ડિઝાનર દિલીપ છાબરિયાની છેતરપિંડી મામલે ધરપકડ

મુંબઈઃ દેશના મશહૂર કાર ડિઝાઇનર દિલીપ છાબરિયાની છેતરપિંડી મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તેમની સામે આઇપીસીની કલમ 420, 465, 467, 468, 471, 120 (બી) અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દિલીપ છાબરિયા ડીસી ડિઝાઇનના સંસ્થાપક છે અને દેશ-વિદેશમાં તેઓ જાણીતા છે. પોલીસે આ કેસ સાથે જોડાયેલી હાઇ-એન્ડ કારને પણ જપ્ત કરી છે. આ કાર મુંબઈના હેડ ક્વાર્ટરમાં છે.

દિલીપ છાબરિયા સામે 19 ડિસેમ્બરે ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે મુંબઈ પોલીસે દિલીપ છાબરિયાની ધરપકડ મામલે કોઈ સત્તાવાર નિવેદન જારી નથી કર્યું, તેમની લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી છે અને તેમને મુંબઈના હેડ ક્વાર્ટરમાં રાખવામાં આવ્યા છે. મુંબઈ પોલીસ એક પત્રકાર પરિષદ કરીને આ કેસ અંગે ખુલાસો કરશે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]