મુંબઈમાં રૂ. 1000 કરોડની કિંમતની કેફી દવા જપ્ત કરાઈ; ચારની ધરપકડ

મુંબઈ – અહીંના સાંતાક્રૂઝ (ઈસ્ટ) ઉપનગરમાં એન્ટી-નાર્કોટિક્સ વિભાગના અધિકારીઓએ દરોડો પાડીને કેફી પદાર્થોનો મોટો જથ્થો કબજે કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત આશરે રૂ. 1000 કરોડ થાય છે.

એન્ટી-નાર્કોટિક્સ વિભાગે ફેન્ટાનીલ નામની ડ્રગ્સનો માલ જપ્ત કર્યો છે જે અમેરિકા મોકલવામાં આવી રહ્યો હતો.

પોલીસે આ કેસમાં ચાર જણની ધરપકડ કરી છે અને ડ્રગ્સનો જથ્થો તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યો છે.

હાલ પોલીસ પકડાયેલા ચારેય આરોપીની પૂછપરછ કરી રહી છે. એમના સંપર્કો વિશે માહિતી મેળવી રહી છે.