મુંબઈઃ તનુશ્રી-નાના વિવાદ કેસમાં અભિનેત્રી ડેઈઝી શાહે નિવેદન આપ્યું કે…

મુંબઇ:  બોલિવૂડમાં હલચલ મચાવનાર તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ મામલે ડેઝી શાહે ગુરૂવારે મુંબઇનાં ઓશિવારા પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધાવ્યુ છે.ડેઈઝી શાહે તેણે આપેલાં નિવેદનમાં પોતાને ચોક્કસ યાદ ન હોવાનું જણાવ્યું હોવાનું બહાર આવી રહ્યું છે. તેણે કહ્યું કે આ મામલાને 10 વર્ષ જેવો સમય થઈ ગયો છે તેથી તે સમયની ઘટના ચોક્કસપણે હવે તેને યાદ રહી નથી.

બે દિવસ પહેલાં સમાચાર આવ્યાં હતાં કે  પોલિસે તનુશ્રી-નાના પાટેકર વિવાદ મામલે નિવેદન નોંધાવવા તેને સમન બજાવ્યું હતું. જેને લઇને ડેઇઝી આજે મુંબઇનાં ઓશિવારા પોલીસ સ્ટેશન ગઇ હતી. ડૈઇઝી વર્ષ 2008માં ગણેશ આચાર્ય સાથે આસિસ્ટંટ કોરિયોગ્રાફર હતી. ડૈઝીએ મહિલા પોલીસ અધિકારી સામે પોતાનું નિવેદન નોંધાવ્યું છે.
જાણકારી મુજબ ડૈઝીએ તેનાં નિવેદનમાં કહ્યું છે કે, આ મામલાને હાલમાં 10 વર્ષ પૂર્ણ થઇ ગયા છે અને તેથી તેને તે સમયનું ચોક્કસ રીતે યાદ નથી. આપને જણાવી દઇએ કે, વર્ષ 2010માં ‘હોર્ન ઓકે પ્લિઝ’ ફિ્મનાં શૂટિંગ સમયે તનુશ્રી દત્તાએ આરોપ લગાવ્યો છે કે, નાના પાટેકરે તેની સાથે ખોટી હરકત કરી હતી.

આ મામલે તનુશ્રીએ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં 10 ઓક્ટોબર 2018નાં નાના સહિત ત્રણ અન્ય પ્રોડ્યુસર, ડિરેક્ટર અને કોરિયોગ્રાફર વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી. તનુશ્રી દત્તાએ આશરે 5 કલાક સુધી નિવેદન આપ્યા બાદ આ મામલે પોલીસ ફરિયાદ થઇ હતી