પ્લાસ્ટિકની થેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકનાર મહારાષ્ટ્ર 18મું રાજ્ય

મુંબઈ – મહારાષ્ટ્ર સરકારે પ્લાસ્ટિકની થેલીઓ અને થર્મોકોલની કટલરી ચીજોના ઉત્પાદન અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણય લાગુ કરનાર તે દેશમાં 18મું રાજ્ય બન્યું છે.

આ નિયમનો ભંગ કરનાર ઉત્પાદકો તથા વપરાશકારોએ રૂ. 5,000નો દંડ ભરવો પડશે.

રાજ્યના પર્યાવરણ પ્રધાન રામદાસ કદમ (શિવસેના)એ કહ્યું છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ રોગોને જન્મ આપનારું મોટું કારણ છે. એટલે જ સરકારે આ નિર્ણય લીધો છે.

મહારાષ્ટ્રમાં દરરોજ 1,100 ટન કચરો તૈયાર થાય છે. એમાં પ્લાસ્ટિકનો ભાગ મોટો હોય છે. રોગોના ફેલાવા પાછળ આ જ મોટું કારણ છે. દેશમાં 17 રાજ્યોમાં પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ છે. મહારાષ્ટ્ર 18મું રાજ્ય છે.

કદમ (ઉપરની તસવીરમાં કાળા કોટમાં)એ વધુમાં કહ્યું કે ડેકોરેશન માટે વપરાતા થર્મોકોલ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્લાસ્ટિકના ઉત્પાદકોને અપીલ છે કે તેઓ હવે પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાપડની થેલીઓ બનાવે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]