મુંબઈઃ ફટકા ગેંગના હુમલાથી પ્રવાસીનું લોકલ ટ્રેનમાંથી પડી જવાથી મૃત્યુ

મુંબઈ – મધ્ય રેલવેના કળવા સ્ટેશન પર એક આંચકાજનક ઘટનામાં એક ટ્રેન પ્રવાસીનું મોત નિપજ્યું હતું. એ ઘટનાનાં દ્રશ્યો સીસીટીવીમાં ઝડપાઈ ગયા છે.

આ ઘટના ગઈ 19 ઓગસ્ટે મધરાત બાદ 12.53 મિનિટે કળવા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર બની હતી.
બનાવની વિગત એવી છે કે લોકલ ટ્રેન શરૂ થયા બાદ અને એણે સ્પીડ પકડ્યા બાદ પ્લેટફોર્મ પર ઉભેલા કાળું ટી-શર્ટ પહેરેલા એક તરુણે ટ્રેનના દરવાજા પાસે ઉભેલા એક પ્રવાસીના હાથ પર ફટકો માર્યો હતો અને એનો મોબાઈલ ખેંચી લીધો હતો.

તે પ્રવાસીએ ચાલુ ટ્રેને કૂદકો માર્યો હતો એ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે. પરંતુ કૂદકો મારનાર એ પ્રવાસીનું ઈજાને કારણે મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]