રહેણાક વિસ્તારોમાં ફટાકડાના વેચાણ પર મુંબઈ હાઈકોર્ટનો પ્રતિબંધ

0
2029

મુંબઈ – સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં દિવાળી તહેવારમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યાના એક દિવસ બાદ, આજે મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો છે કે રાજ્યના પાટનગર મુંબઈના રહેણાક વિસ્તારોમાં ફટાકડાનું વેચાણ કરવા દેવું નહીં.

હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે રહેણાક વિસ્તારોમાં ફટાકડા વેચનારાઓ સામે તેણે કાર્યવાહી કરવાની રહેશે.

હાઈકોર્ટ જોકે ફટાકડા ફોડવાની વિરુદ્ધમાં નથી, પણ માત્ર રહેણાક વિસ્તારોમાં તેના વેચાણની વિરુદ્ધમાં છે.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મંજુલા ચેલ્લૂરે ન્યાયમૂર્તિ વી.એમ. કાનડેએ ગયા વર્ષે આપેલા આદેશને યથાવત્ રાખ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ વખતે દિવાળીનો તહેવાર ૧૯ ઓક્ટોબરે ઉજવવામાં આવનાર છે.