ગર્લફ્રેન્ડની મારપીટ કરનાર બોલીવૂડ એક્ટર અરમાન કોહલીને પોલીસે પકડ્યો

મુંબઈ – ‘બિગ બોસ’ ટીવી શોના ભૂતપૂર્વ સ્પર્ધક, ફિલ્મ એક્ટર અરમાન કોહલી આખરે પોલીસના હાથમાં ઝડપાઈ ગયો છે. લિવ-ઈન ગર્લફ્રેન્ડ નીરુ રંધાવાની મારપીટ કરવાનો અરમાન કોહલી પર આરોપ છે.

અરમાને પોતાની મારપીટ કરી હોવાનો નીરુ રંધાવાએ એક અઠવાડિયા અગાઉ સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ અરમાન ત્યારથી ફરાર હતો અને પોલીસને હાથતાળી આપી રહ્યો હતો.

આખરે પોલીસોએ એને લોનાવલાના એક ફાર્મહાઉસમાંથી પકડવામાં સફળતા મેળવી છે. હાલ પોલીસો એની પૂછપરછ કરી રહ્યા છે. અરમાન એના મિત્ર બાબાના લોનાવલા સ્થિત ફાર્મહાઉસમાં છુપાઈ ગયો હતો.

એ પહેલાં પોલીસોએ અરમાનના પિતાની આ સંદર્ભમાં પૂછપરછ કરી હતી. પિતાએ કહ્યું કે એમને એનો પુત્ર ક્યાં છે એની ખબર નથી.

અરમાને નીરુની મારપીટ કર્યા બાદ નીરુને અંધેરીની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. એની ફરિયાદને પગલે પોલીસે અરમાન સામે આઈપીસીની 323, 326, 504 અને 506 કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]