પ્લાસ્ટિકનો કચરો ફેંકનારની ઝાટકણી કાઢનાર અનુષ્કા-વિરાટના કેન્દ્રીય પ્રધાન રીજીજુએ વખાણ કર્યા

મુંબઈ – પોતાની લક્ઝરી કારની બારીમાંથી રસ્તા પર પ્લાસ્ટિકનો કચરો ફેંકનાર એક માણસને ઠપકો આપતી અનુષ્કા શર્મા-કોહલીનો વિડિયો દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અનુષ્કાનાં પતિ અને ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ એ વિડિયો પોતાના ટ્વિટર પેજ પર પોસ્ટ કરતાં એ વાયરલ થયો હતો અને એને મિશ્ર પ્રત્યાઘાત સાંપડ્યા છે.

શોફર દ્વારા હંકારાતી સેદાનમાં પાછળની સીટ પર બેઠેલા માણસને ધમકાવતાં અનુષ્કા એમ કહ્યું હતું કે તમે પ્લાસ્ટિક આ રીતે રસ્તા પર ફેંકી ન શકો. કચરાપેટીમાં નાખો.

ઘણા સામાન્ય લોકોએ અનુષ્કાને વખોડી કાઢી છે, તો ઘણી નામાંકિત વ્યક્તિઓએ અનુષ્કા-વિરાટનાં વખાણ કર્યાં છે. એમાંના એક છે, કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન કિરન રીજીજુ. એમણે ટ્વીટ કરીને ગંદકી કરનારાઓને ટકોર કરી છે કે તમે આ દંપતીની ટીકા કરવાને બદલે દેશને સ્વચ્છ બનાવવા પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

અનુષ્કાએ જેને ઠપકો આપ્યો હતો એ માણસનું નામ અરહાન સિંહ છે. એણે અને એની માતાએ એવો આરોપ મૂક્યો છે કે અનુષ્કા અને વિરાટે સસ્તી પબ્લિસિટી મેળવવા માટે આવું કર્યું.

એના જવાબમાં રીજીજુએ લખ્યું છે કે, આ લોકોને પબ્લિસિટીની નહીં, પ્રાઈવસીની જરૂર છે.

આ છે, અનુષ્કા-વિરાટને બિરદાવતું કેન્દ્રીય પ્રધાન રીજીજુનું ટ્વીટ…

httpss://twitter.com/KirenRijiju/status/1008641842727063553

httpss://twitter.com/imVkohli/status/1007952358310055937