અમિતાભ બચ્ચને 103 વર્ષનાં ગુજરાતી મહિલા પુષ્પાબહેન ભણસાલીને આપ્યો પ્રત્યુત્તર

કેતન મિસ્ત્રી

એપ્રિલ, 1915ના રોજ પારડીમાં જન્મેલાં પુષ્પાબહેન ભણસાલી એટલે દંતકથા સમા હાસ્યલેખક અને ‘ચિત્રલેખા’માં વાચકોની અતિપ્રિય કટાર ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના સર્જક તારક મહેતાનાં સૌથી મોટાં (બધા અર્થમાં) ફૅન. મુંબઈમાં રહેતાં પુષ્પાબહેન આજે 103 વર્ષની વયે નિયમિત ‘ચિત્રલેખા’, અન્ય પુસ્તક વાંચે છે, રોજિંદાં કાર્ય જાતે કરે છે. તાજેતરમાં પુષ્પાબહેને અમિતાભ બચ્ચન-રિશી કપૂરને ચમકાવતી હિન્દી ફિલ્મ ‘102 નૉટઆઉટ’ જોઈને બચ્ચન સાહેબને ફિલ્મ હિટ જાય એ માટે વિડિયો-મેસેજ મોકલ્યો. આ શુભેચ્છા-સંદેશને અંતે એમણે કહ્યું કે, ‘બાય ધ વે, આઈ ઍમ 103 નૉટઆઉટ’.

આ વિડિયો જોઈ અમિતાભ બચ્ચને વળતો વિડિયો-મેસેજ મોકલ્યો, જેમાં એમણે ગુડલક માટે પુષ્પાબહેનનો આભાર માની હજી બીજાં 103 વર્ષ જીવો એવી શુભેચ્છા પાછવી.

વિડિયો જોવા ક્લિકઃ

httpss://youtu.be/uIBo9Dds9sw