વિમાનમાં એક્સ્ટ્રા લગેજ લઈ જવાનું મોંઘું થશે; એરલાઈનોએ એક્સેસ લગેજ ફી વધારી

મુંબઈ – તમે હવે પછી વિમાનમાં પ્રવાસ કરો ત્યારે તમારા સામાનના વજનનું ધ્યાન રાખજો. નિશ્ચિત મર્યાદા કરતાં વધુ સામાન લઈ જવાનું તમને મોંઘું પડશે, કારણ કે ભારતમાં એરલાઈન્સે એક્સેસ લગેજ માટેની ફી વધારી દીધી છે.

ઈન્ડીગો, ગો એર અને સ્પાઈસજેટ જેવી એરલાઈનોએ લગેજ માટેના ચાર્જિસ વધારી દીધા છે.

15 કિલોની નિર્ધારિત મર્યાદાથી વધારે લગેજ હોય તો પ્રતિ કિલો રૂ. 300ના હાલના ચાર્જિસને વધારીને રૂ. 400 કર્યા છે. સ્પાઈસજેટ અને ઈન્ડીગોએ પ્રી-બુક્ડ એક્સેસ લગેજ માટેના ચાર્જિસ આશરે 33 ટકા વધારી દીધા છે.

ઈન્ડીગોના ડોમેસ્ટિક રૂટ્સ પર 15 કિલોની નિશ્ચિત મર્યાદાના લગેજથી વધુ હોય તો પાંચ, 10, 15 અને 30 કિલોગ્રામ લગેજના પ્રી-બુકિંગ ચાર્જિસ હવે રૂ. 1,900, રૂ. 3,800, રૂ. 5,700 અને રૂ. 11,400 રહેશે. આમ, લગભગ તમામ કેટેગરીમાં હાલના દર કરતાં નવા ચાર્જિસ લગભગ રૂ. 3000 વધારે છે.

ભારતમાં વિમાન સેવાનું સંચાલન કરતી સંસ્થા DGCAના નિયમો અનુસાર, એરલાઈનોએ ડોમેસ્ટિક રૂટ્સ પર પ્રવાસીઓને 15 કિલો ફ્રી ચેક-ઈન લગેજની ફરજિયાત છૂટ આપવી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]