ભારતીય બંધારણની આવૃત્તિનું બ્રેઇલ લિપિમાં અનાવરણ કરાયું

મુંબઈઃ મહારાષ્ટ્રના સામાજિક ન્યાયપ્રધાન ધનંજય મુંડેએ બુધવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં ભારતીય બંધારણની બ્રેઇલ લિપિમાં આવૃત્તિનું અનાવરણ કર્યું હતું.આ પ્રસંગે રાજ્યપ્રધાન બચુ કડુ પણ હાજર હતા, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

નેત્રહીનો માટે ભારતીય બંધારણને બ્રેઇલ લિપિમાં ઉપલબ્ધ કરાવવાનું મહત્ત્વનું કાર્ય કરવામાં આવ્યું છે. દિવ્યાંગો માટે આ રીતે નોવેલની પહેલના અનાવરણથી ખુશીની લાગણી થઈ રહી છે, એમ મુંડેએ કહ્યું હતું.

બંધારણની બ્રેઇલમાં આવૃત્તિ થાણેસ્થિત એનજીઓના અસ્તિત્વ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]