મુંબઈના કાંદિવલીમાં લોકોની નજર સામે 14 વર્ષની છોકરીએ 8મા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી

મુંબઈ – કાંદિવલી (ઈસ્ટ) ઉપનગરના ઠાકુર વિલેજ વિસ્તારમાં 9મા ધોરણમાં ભણતી અને 14 વર્ષની એક છોકરીએ ગુરુવારે સાંજે એક રહેણાંક ટાવરના 8મા માળેથી છલાંગ મારીને આત્મહત્યા કરી હતી.

આ આંચકાજનક ઘટના ગુરુવારે સાંજે લગભગ પાંચ વાગ્યે બની હતી.

એ છોકરીએ તે જ્યાં રહેતી હતી એ મકાનની બાજુના મકાનમાં જઈને 8મા માળ પરથી કૂદકો માર્યો હતો. એ ઘટનાનો વિડિયો બહાર આવ્યો છે જેમાં નીચે ભેગા થયેલા લોકો એ છોકરીને બચાવવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે. અનેક જણે એને કૂદકો ન મારવાનું સમજાવતા હતા, તે છતાં છોકરીએ કોઈનું સાંભળ્યું નહોતું અને કૂદકો મારી દીધો હતો.

કૂદકો માર્યા બાદ છોકરીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. એણે આત્મહત્યા શા માટે કરી એનું કારણ હજી જાણી શકાયું નથી.

છોકરીનું નામ હર્ષિતા હતું અને તે ગુંડેચા સ્કૂલમાં ભણતી હતી. સમતાનગર પોલીસ સ્ટેશન દ્વારા આ ઘટનાની તપાસ ચાલુ છે.

httpss://twitter.com/shivanigoradia/status/1012620245796679680

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]