જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન ખીણમાં પડ્યું, 4 જવાન શહીદ, 2 ઘાયલ

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં સેનાનું વાહન ખાડામાં પડી ગયું છે. આ દુર્ઘટનામાં ચાર જવાનો શહીદ થયા છે જ્યારે બે જવાનોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઈજાગ્રસ્ત સૈનિકોને શ્રીનગર રિફર કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં છ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક બાંદીપોરાની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ત્રણ જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા. ગંભીર રીતે ઘાયલ સૈનિકોને સારી સારવાર માટે શ્રીનગર લઈ જવામાં આવ્યા હતા. જોકે, એકનું રસ્તામાં જ મોત થયું હતું. બાકીના ઘાયલ જવાનોને સારવાર માટે શ્રીનગર રિફર કરવામાં આવ્યા છે.

ગયા અઠવાડિયે પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું, જ્યારે પૂચ સેક્ટરમાં સેનાની એક ટ્રક 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. આ ઘટનામાં 5 જવાન શહીદ થયા છે જ્યારે 5 જવાનો ઘાયલ થયા છે. 11 મરાઠા રેજિમેન્ટના આ તમામ જવાનો એક વાહનમાં લાઇન ઓફ કંટ્રોલ (LOC) તરફ જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ વાહનનો અકસ્માત થયો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી સેનાની ટ્રકનું વજન લગભગ અઢી ટન હતું. જે વાહન ખાડામાં પડ્યું હતું તે 6 આર્મી વાહનોના કાફલામાં સામેલ હતું. વાહન LOC તરફ જઈ રહ્યું હતું. વાહનમાં 15-18 સૈનિકો હતા, જેમાંથી 5ના મોત થયા હતા.