આજે વર્લ્ડ વિગન ડેઃજાણો, આ દિવસ અને એનો ઈતિહાસ….

નવી દિલ્હીઃ શું આપે વિગન ડે એટલે કે શાકાહારી દિવસ મામલે સાંભળ્યું છે? આજે વર્લ્ડ વિગન ડે છે એટલે કે વેજિટેરિયન ડે. દરેક દિવસને મનાવવા પાછળના કેટલાક ખાસ કારણો હોય છે. બીલકુલ એવી જ રીતે વિશ્વ શાકાહારી દિવસ મનાવવા પાછળ પણ એક ખાસ કારણ છે. શું આપ જાણો છો કે શાં માટે વર્લ્ડ વેજિટેરિયન ડે? આવો આજે જાણીએ શાકાહારી દિવસનો ઈતિહાસ, તેને મનાવવાના કારણો અને અન્ય કેટલાક રોમાંચક તથ્યો.1 નવેમ્બરના રોજ દર વર્ષે દુનિયામાં શાકાહારી જીવન જીવવાના જશ્નના રુપમાં વિશ્વ શાકાહારી દિવસ મનાવવામાં આવે છે. વેજિટેરિયન શબ્દને વિગન પણ કહેવામાં આવે છે. પર્યાવરણને બચાવવા માટે આ દિવસ પ્રત્યે જાગૃતતા ફેલાવવામાં આવે છે. સાથે જ લોકોની શાકાહારી ખાવા પ્રત્યેની રુચિને વેગ આપવાનો પણ આનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

યૂકે વિગન સોસાયટીએ પહેલીવાર 1 નવેમ્બર 1994 ના રોજ વિશ્વ શાકાહારી દિવસ એટલે કે વર્લ્ડ વિગન ડે મનાવ્યો હતો. 1944 માં જ વેગન સોસાયટી બનાવવામાં આવી હતી. શાકાહારી દિવસની 50 મી વર્ષગાંઠ પર વિગન સોસાયટીના અધ્યક્ષે આને યાદગાર બનાવવા અને લોકોમાં શાકાહારી આહારને વેગ આપવા માટે વિગન દિવસને દર વર્ષે મનાવવાની જાહેરાત કરી હતી. આની પાછળ અન્ય એક કારણ પણ છે કે તે સમયે વિગન્સને ડેરી ઉત્પાદનોનું કન્પ્શન કરવાની મંજુરી નહોતી. આ વાતનો તેમણે વિરોધ કર્યો અને વિરોધમાં ઈંડાનું સેવન બંધ કરી દીધું અને પછી 1951 માં આ શાકાહારી આંદોલન બની ગયું. ત્યારથી દર વર્ષે 1 નવેમ્બરના રોજ આખી દુનિયામાં શાકાહાર દિવસને એક અભિયાન અને જાગૃતતા તરીકે મનાવવામાં આવે છે.

શાકાહારી હોવાનો અર્થ પર્યાવરણને બચાવવું અને લોકોને આના પ્રત્યે જાગૃત કરવાનો છે. શાકાહારી જીવનની ખાસિયત બિમારીઓથી બચાવ અને પર્યાવરણની સુરક્ષા તરફ ધ્યાન ખેંચે છે. માંસાહારી હોવાથી ઘણા પ્રકારની હીમારીઓ પેદા થઈ શકે છે. જ્યારે શાકાહારી લાઈફસ્ટાઈલથી કેન્સર જેવી ગંભીર બિમારીઓને પર મટાડી શકાય છે.