સેનાના પ્રભુત્વએ પાકિસ્તાનને નિષ્ફળ દેશ બનાવ્યો: બ્રિટિશ થિંક ટેન્ક

લંડન- રાજકીય રીતે પાકિસ્તાન ભલે લોકતાંત્રિક દેશ છે. પરંતુ ત્યાંની સત્તા ઉપર પાકિસ્તાનની સેનાનો પ્રભાવ જગજાહેર છે. હાલમાં જ લંડનના જાણીતા થિંક ટેન્ક ધ ડેમોક્રેટિક ફેરમે (TDF) ‘ઈકોનોમિક એન્ડ પોલિટિકલ પાવર ઓફ ધ મિલિટ્રી’ નામથી એક સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં એ વાત જણાવવામાં આવી કે, લોકશાહી દેશની સરકાર પર સેનાના વધી રહેલા પ્રભાવને કારણે પાકિસ્તાન એક નિષ્ફળ દેશ બની ગયો છે.આ સેમિનારમાં 4 દેશ પાકિસ્તાન, મ્યાનમાર, તુર્કી અને મિસ્ત્રની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વર્ષ 2017ના ડેમોક્રેસી ઈન્ડેક્સમાં ઉપરોક્ત ચારમાંથી કોઈ પણ દેશને પાંચથી વધુ અંક આપવામાં નથી આવ્યા.

આ સેમિનારમાં ભાગ લઈ રહેલા ડૉક્ટર હૂડબોયે જણાવ્યું કે, પાકિસ્તાની સેના હમેશા કહે છે કે, રાષ્ટ્રીયસુરક્ષા સાથે જોડાયેલા મામલા તેઓ એને જ સોંપે છે જે આ પ્રકારના વિશ્વાસને લાયક હોય. એટલું જ નહીં, આ સેમિનારમાં પાકિસ્તાની સેના અને આતંકી સમુહો વચ્ચેના સંબંધો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાકિસ્તાનના પૂર્વ પ્રેસિડેન્ટ અને આર્મી ચીફ રહેલા પરવેઝ મુશર્રફનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સેમિનારમાં જણાવવામાં આવ્યું કે, વર્ષ 2002માં પાકિસ્તાન પર વધી રહેલા અમેરિકાના દબાણને કારણે મુશર્રફને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા પર પ્રતિબંધ મુકવાની ફરજ પડી હતી. પરંતુ નવેમ્બર 2017માં એજ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાને પાકિસ્તાનના સર્વશ્રેષ્ઠ સંગઠનોમાંનું એક જાહેર કરવામાં આવ્યું.

આ સેમિનારમાં ભારતીય લોકતંત્રનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય લોકતંત્ર અને નરેન્દ્ર મોદી સરકારની વર્તમાન કૂટનીતિઓને કારણે ભારત સફળતાની નવી ઉંચાઈ પર પહોંચવામાં સફળ રહ્યું છે. તો બીજી તરફ પાકિસ્તાનમાં લોકતંત્ર પર સેનાના વધી રહેલા પ્રભાવને કારણે પાકિસ્તાનનું લોકતંત્ર નબળુ પડ્યું, અને પાકિસ્તાનને એક નિષ્ફળ દેશ બનાવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]