વિશ્વમાં માર્ગ અકસ્માતથી દર 24 સેકન્ડમાં થાય છે એક વ્યક્તિનું મૃત્યુઃ રિપોર્ટ

જીનિવાઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું છે કે વિશ્વમાં માર્ગ અકસ્માતના કારણે દર 24 સેકન્ડે એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે. આના કારણે વિશ્વમાં દર વર્ષે સાડા તેર લાખ લોકો દમ તોડી દે છે. પ્રાપ્ત વિગતો અનુસાર સંગઠને આ આંકડાઓ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે વિશ્વના દેશોએ આ દિશામાં કેટલાક જરુરી પગલા ભરવા જોઈએ. છેલ્લા ત્રણ વર્ષમાં આની સંખ્યામાં એક લાખનો વધારો થયો છે અને અત્યારે આ પાંચથી 29 વર્ષની ઉંમરના લોકો માટે મૃત્યુનું સૌથી મોટુ કારણ બનીને સામે આવ્યું છે.

વર્ષ 2013ના આંકડાઓના આધાર પર બનેલા પાછલા રિપોર્ટમાં આ આંકડો 12 લાખ 50 હજારનો હતો. મૃત્યુની સંખ્યામાં વધારો થયા બાદ પણ લોકો અને ગાડીઓની વધતી સંખ્યાને જોતા મૃત્યુદર તાજેતરના વર્ષોમાં સ્થિર બનેલો છે. આનાથી સ્પષ્ટ સંકેત પ્રાપ્ત થાય છે કે કેટલાક મધ્યમ અને ઉચ્ચ આવક વાળા દેશોમાં માર્ગ સુરક્ષા સંબંધિત પ્રયાસો સફળ થઈ રહ્યા છે. આમાં કહેવાયું છે કે ઓછી આવક વાળા દેશોમાં કોઈએ પણ આ મૃત્યુની સંખ્યાને ઓછી કરવાની દિશામાં ખાસ પ્રયત્ન કર્યા નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]