વર્લ્ડ ડાયાબિટીસ ડેઃ બ્રેકફાસ્ટ કેવી રીતે કરશે ડાયબિટીસ કંટ્રોલ?

નવી દિલ્હીઃ અત્યારની ફાસ્ટ લાઈફમાં લોકો સૌથી વધારે કોઈ બિમારીથી પિડાય છે તો તે છે ડાયબિટીસ. આજે 14 નવેમ્બર છે અને આજના દિવસે આખા વિશ્વમાં વર્લ્ડ ડાયબિટીસ ડે મનાવવામાં આવે છે. ડાયબિટીસમાં દરેક પ્રકારની પરેજીની વાત કરવામાં આવે છે પરંતુ ડાયબિટીસના દર્દીઓએ બ્રેકફાસ્ટમાં શું લેવું જોઈએ તે વિશે ક્યારેય કોઈ માહિતી આપતુ નથી અથવા તો બહુ ઓછા લોકો આના વિશે જાણે છે. આજે અમે આપને જણાવીશું કે ઓટમીલ, જવ, અને દહીં કેવી રીતે ડાયબિટીસ માટે સુપરફૂડ્સ હોઈ શકે છે.

જવઃ જવનું સેવન કરવાથી ડાયબિટીસના દર્દીઓને ફાયદો થઈ શકે છે. જવમાં ઓટ્સના મુકાબલે બેગણું પ્રોટીન અને કેલરી હોય છે એટલા માટે તેને બ્રેકફાસ્ટમાં ખાવામાં આવે તો તે ફાયદાકારક છે. ડાઈટ્રી ફાઈબરથી ભરપૂર જવ ભૂખને નિયંત્રિત કરે છે. હ્યદય સાથે જોડાયેલી બીમારીઓ થવાની શક્યતાઓને પણ તે ઓછી કરી દે છે.

ઓટમીલઃ ઓટ્સમાં ફાઈબરની માત્રા વધારે હોય છે. આનુ સેવન નાસ્તામાં કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આનાથી બ્લડ શુગરનું સ્તર પર લો થતું નથી. જો તમને ડાયબિટીસ છે અને વજન પણ વધારે છે, તો ઓટ્સથી બનેલી વાનગીઓ આપ ખાઈ શકો છે. ઓમેગા 3 ફૈડી એસિડ, ફોલેટ અને પોટેશિયમથી ભરપૂર ઓટમીલને આપ લો ફેટ મિલ્ક સાથે રાંધો અને ત્યાર બાદ ખાંડની જગ્યાએ હળદર મિલાવીને ખાવ.

લો ફેટ દહીઃ સવારે અથવા તો બપોરના સમયે આપ લો ફેટ દહીં ખાઈ શકો છે. આને ખાવાથી ઈન્સ્યુલિન લેવલ તરત વધતું નથી. આમાં પ્રોટીન, કેલ્શિયમ અને અન્ય પૌષ્ટિક તત્વ મળી આવે છે. આ ટાઈપ 2 ડાયબિટીસ થવાની શક્યતાઓને ઘણા અંશે ઓછી કરી શકે છે.

ઈંડા ભુરજી અને ટોસ્ટઃ જો તમને સવારના સમયે ઈગ લેવાનું પસંદ છે, તો ઓમલેટની જગ્યાએ ઈંડાની ભુરજી ખાય. આની સાથે આપ ટોસ્ટ ખાઈ શકો છે. ઈંડામાં પ્રોટીન, વિટામિન ડી અને ફેટ હોય છે, જે એનર્જી લેવલને હાઈ રાખે છે. આનાથી આપને ભૂખ જલ્દી નહી લાગે.

ફળ અને બદામઃ બદામ ખાતા પહેલા ટાઈપ-2 ડાયબિટીસના દર્દીઓમાં ગ્લાઈસીમિક કંટ્રોલમાં રહે છે. આપ ઈચ્છો તો ચાર-પાંચ બદામ અને કેટલાક ફળોનું સેવન સાથે કરો. આનાથી શરીરમાં એન્ટીઓક્સીડેન્ટ અને અન્ય જરુરી પોષક તત્વ પહોંચશે અને ડાયબિટીસને કંટ્રોલ કરવામાં મદદરુપ થઈ શકે છે.