કામ કર્યા વગર જ યુવકને દર મહિને મળશે 8 લાખ રુપિયા, 30 વર્ષ માટે લાગી લોટરી…

નવી દિલ્હીઃ રુપિયો કમાવા માટે હંમેશા મહેનતની જ જરુર નથી એવું ઘણાં માનતાં હોય તો તેમાં આ કિસ્સો હામી ભરે એવો છે. એક યુવકને માટે ભાગ્યશાળીને ભૂત રળે જેવી કહેવત સાચી પડી રહી છે. જેમાં એક વ્યક્તિને અનોખી લોટરી હાથ લાગી છે. તેમને હવે દર મહિને કામ કર્યા વગર 8 લાખથી વધારે રુપિયા મળશે. યુવકને 30 વર્ષ સુધી આ લાભ મળશે. આ પ્રકારની લોટરી જીતવા વાળો આ પ્રથમ વ્યક્તિ છે. બ્રિટનની નેશનલ લોટરી દ્વારા તાજેતરમાં જ એક નવી સ્કીમ શરુ કરવામાં આવી હતી. આનું નામ આપવામાં આવ્યું હતું, લોટરી સેટ ફોર લાઈફ. એમેઝોનમાં કામ કરનારા શખ્સ ડીન વીમેસને આ જ સ્કીમ અંતર્ગત લોટરી લાગી.

ડીનને દર મહીને 8.6 લાખ રુપિયા મળશે. લોટરી જીત્યા બાદ તેમણે પોતાના ઘણા પ્લાન શેર કર્યા છે અને ફરવા જવાની વાત કહી છે. તેઓ લોટરીના પૈસાથી ઓટિસ્ટિકથી પીડિત ભાઈની મદદ કરશે. 30 જુલાઈના રોજ ડીનને લોટરી જીત્યા હોવાની માહિતી મળી હતી. આ દરમિયાન તેઓ ઓફિસ પહોંચીને કામ કરી રહ્યા હતા અને તેમને ખ્યાલ નહોતો કે એક દિવસ પહેલા તેમને એક મોટી લોટરી લાગી છે. બ્રિટનના પીટરબોરોઘના રહેનારા ડીને આયર્લેન્ડમાં વીડિયો અને ફિલ્મનો અભ્યાસ કર્યો છે. અત્યારસુધી તે એમેઝોન સાથે કામ કરી રહ્યા હતા, પરંતુ તેમનું કહેવું છે કે હવે તેઓ વધારે ક્રિએટિવ કામ કરશે. ડીનનું માનવું છે કે હવે તેઓ નાણાકીય રીતે સ્થિર થઈ ગયા છે. પોતાના સપનાઓને પૂરા કરી શકે છે. તેઓ સ્કાય ડાઈવ અને બલૂન રાઈડિંગ માટે જવાની યોજના બનાવી રહ્યા છે.