દુનિયામાં દાદાગીરી ચલાવતી CIAનું આ દેશમાં નથી ચાલતું, પૂર્વ અધિકારીઓએ જ…

નવી દિલ્હીઃ અમેરિકાની કેન્દ્રીય ગુપ્તચર એજન્સી આખી દુનિયાની જાસૂસી કરે છે, તેના જાસૂસ તમામ જગ્યાઓ પર ફેલાયેલા છે. કદાચ જ કોઈ એવો દેશ અથવા સરકાર હશે, જેની જાસૂસી સીઆઈએ ન કરતી હોય, પરંતુ આ મોટી હેરાનીની વાત છે કે સીઆઈએ ન તો ક્યારેય સંયુક્ત અરબ અમીરાતની સરકારની જાસૂસી કરે છે અને ન તો તેમણે ત્યાં પોતાના જાસૂસ રાખ્યાં છે.

સીઆઈએના ત્રણ પૂર્વ અધિકારીઓએ મીડિયાને જાણકારી આપી. તેમનું કહેવું છે કે સીઆઈએની આ વાત માટે તેની ટીકાઓ પણ થાય છે. ટીકાઓ કરનારા માને છે કે આ અમેરિકી જાસૂસી માટે ખતરનાક બ્લાઈન્ડ સ્પોટ છે. આનાથી ગમે ત્યારે કોઈ મોટો દગો થઈ શકે છે.

સીઆઈએ દ્વારા તમામ દેશોમાં ગુપચુપ રીતે દખલ દેવી અને સરકારોને પ્રભાવિત કરવાની વાત કોઈ નવી વાત નથી. ઓપેક દેશોમાં તે અમેરિકાના હિતો અનુસાર ઓપરેશનને અંજામ આપતું રહ્યું છે તો ખાડી અને આફ્રીકી દેશોમાં ચાલી રહેલી લડાઈઓને પોતાના હિસાબથી બનાવતું અને બગાડતું રહ્યું છે. હંમેશા કહેવામાં આવે છે કે આ તમામ ગતિવિધિઓમાં સીઆઈએ પોતાની પ્રકારે ઘુસણખોરી કરે છે અને હંમેશા એ પ્રયત્ન કરે છે કે અમેરિકી હિતોને આંચ ન આવે.

સીઆઈએના અધિકારી કહે છે કે તાજેતરના વર્ષોમાં યૂએઈએ જે પ્રકારે પોતાની સૈન્ય તાકાત સાથે રાજકીય મહત્વકાંક્ષાઓને વધારે છે, તેને ન જાણી શકવું સીઆઈએની નિષ્ફળતા કહેવાશે. જો કે એપણ કહેવામાં આવે છે કે એવું પણ નથી કે સીઆઈએના જાસૂસ યૂએઈને પૂરી રીતે અવગણી દેતા હોય. એક અન્ય અમેરિકી એજન્સી નેશનલ સિક્યોરિટી એજન્સી તેના પર ઈલેકટ્રોનિક રીતે નજર રાખે છે. તો સીઆઈએ ત્યાં સંયુક્ત અરબ અમીરાત સાથે લાયઝન સંબંધોના આધાર પર સંબંધ રાખે છે, જેમાં તે સાક્ષા રીતે કોમન દુશ્મનો જેવા કે અલ કાયદા સહિતના પર કામ કરે છે.

પરંતુ સીઆઈએ ક્યારેય ત્યાં પોતે જાસૂસી નથી કરતું, જે જાણકારી એકત્ર કરવા માટે સૌથી મહુમૂલ્ય હથિયાર માનવામાં આવે છે. આ મામલે સીઆઈએ, એનએસએ અને વ્હાઈટ હાઉસ ક્યારેય કશું નથી બોલતા. ત્યાં સુધી કે યૂએઈનું વિદેશ મંત્રાલય પણ આ મામલે ચૂપ રહે છે.

આટલું જ નહી પરંતુ જે પ્રકારનું કામ સીઆઈએ સંયુક્ત અરબ અમીરાતમાં કરે છે, કંઈક એવી જ ગઠજોડ તેણે કેટલાક અન્ય દેશોમાં પણ કરી રાખી છે. મસલન ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, બ્રિટેન અને કેનેડા સાથે પણ સીઆઈએના લોકો સાથે મળીને કામ કરે છે અને પોતાની આ સંયુક્ત ગઠજોડને તેમણે ધ ફાઈવ આઈઝનું નામ આપી રાખ્યું છે. આમાં તે એકબીજા સાથે સૂચનાઓનું આદાન-પ્રદાન કરે છે.

આમતો સીઆઈએના જાસૂસ દરેક દેશમાં ફેલાયેલા છે. તેમણે દરેક દેશમાં પોતાના લોકો રાખ્યા છે, આમાં અમેરિકાના મુખ્ય સહયોગી દેશપણ શામિલ છે. સાઉદી અરબ મધ્ય પૂર્વમાં અમેરિકાના અસરદાર સહયોગી છે અને અમેરિકા પાસેથી હથિયાર ખરીદતા રહ્યા છે. પરંતુ ત્યાં સીઆઈએનું પોતાનું નેટવર્ક ખૂબ મજબૂત છે.

સાઉદી અરબ સામાન્ય રીતે સીઆઈએના નિશાના પર પણ રહે છે. સીઆઈએના પૂર્વ અધિકારીઓ અને એક એવા અધિકારી અનુસાર કે જે  ખાડી દેશોમાં કામ કરી ચૂક્યા છે, તેઓ આની પુષ્ટી કરે છે. સાઉદી ઈન્ટેલિજન્સ એજન્ટ ઘણા આવા સીઆઈએ એજન્ટ્સને પકડી ચૂક્યા છે, જે સાઉદી અધિકારીઓને પોતાના ખબરીના રુપમાં તેનાત કરે છે.

જો કે સાઉદીની જાસૂસી એજન્સીઓ સાર્વજનિક રીતે ક્યારેય નથી કહેતી કે સીઆઈએ તેમના ત્યાં કામ કરી રહી છે પરંતુ તે પ્રાઈવેટ મુલાકાતોમાં એકબીજા સાથે સીઆઈએના મોટા અધિકારીઓ આની વાત કરે છે અને પૂરી જાણકારી આપીને કહે છે કે તેઓ પોતાના લોકોને કહે કે આ પ્રકારના કામોમાંથી ઉંચા આવે.

નવી સૈન્ય સરકારે જૂનમાં ઘણા પ્રદર્શનકારીઓને મારી નાંખ્યા, જે સિવિલિયન સત્તા અને ચૂંટણીની માંગ કરી રહ્યા હતા. યૂએઈએ સૂડાનના ઈરિટ્રિયા અને સ્વ ઘોષિત રિપબ્લિક ઓફ સોમાલીલેન્ડમાં સૈન્ય બેઝ બનાવ્યો છે. ટ્રમ્પ પ્રશાસનના આ અધિકારીનું કહેવું છે કે તમે આફ્રીકામાં કોઈપણ પત્થર ઉખાડશો તો તેની પાછળ યૂએઈ જ મળશે. સંયુક્ત અરબ અમીરાત પોતાને આ ક્ષેત્રની સૈન્ય અને નાણાંકિય તાકાત તરીકે પ્રદર્શિત કરે છે.

યમનમાં સંયુક્ત અરબ અમીરાત અને સાઉદી અરબ મળીને અમેરિકાની શહ પર વિદ્રોહિયો હોથીને મદદ આપે છે. તાજેતરમાં જ દુનિયાભરની ટીકા બાદ પણ યૂએઈએ ત્યાં હવાઈ હુમલા કર્યા, જેમાં મોટા પાયે લોકો માર્યા ગયા. જ્યારે તાજેતરમાં અમેરિકી કોંગ્રેસે સંયુક્ત અરબ અમીરાત અને સાઉદી અરબને હથિયારોના વેચાણ પર રોક લગાવી તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વીટો કરી દીધો. સેન્ટર ફોર રિસ્પોન્સિવ પોલિટિક્સ અનુસાર, સંયુક્ત અરબ અમિરાતની સરકારે અમેરિકી લોબિંગ પર વર્ષ 2017 થી અત્યારસુધી 46.8 મિલિયન ડોલર ખર્ચ કર્યા છે.

પૂર્વ સીઆઈએ એજન્ટ અને લેખક રોબર્ટ બેયર કહે છે, સીઆઈએ યૂએઈમાં હંમેશા નાકામ રહે છે, તેને નહી ખ્યાલ રહેતો કે તેમની આંતરિક નીતિઓમાં શું થઈ રહ્યું છે અથવા તો રાજાશાહીમાં આંતરિક રીતે શું વિવાદ અને ઝઘડાઓ ચાલી રહ્યા છે. તેઓ સ્પષ્ટ કહે છે કે સીઆઈએએ એ ગર્વ ન લેવો જોઈએ કે તે વર્લ્ડ સર્વિસ તરીકે સારુ કામ કરી રહ્યા છે, કારણ કે યૂએઈ તેની ખૂબ મોટી વિફલતા છે, કારણ કે ત્યાં રોયલ ફેમિલીઝ મામલે જાણવું ખૂબ મહત્વપૂર્ણ છે.