ચીન સાથેના સંબંધો પર પુતીનની સ્પષ્ટતા, પરસ્પર સહયોગ સર્વશ્રેષ્ઠ સ્તરે

મોસ્કો- રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતીને કહ્યું છે કે, રશિયા અને ચીનની વ્યૂહાત્મક ભાગીદારી હાલમાં ઈતિહાસમાં શ્રેષ્ઠ સ્તરે વિકાસી રહી છે અને તેના ભવિષ્યમાં પણ સકારાત્મક પરિણામ આવશે તેવી આશા છે. પુતીને એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારના સવાલનો જવાબ આપતાં જણાવ્યું કે, ‘રશિયા અને ચીનના સંબંધોની ફરીથી વ્યાખ્યા આપવાની જરુર નથી. વાસ્તવિકતા એ છે કે, રશિયા અને ચીને સારા વ્યૂહાત્મક સંબંધો સ્થાપિત કર્યા છે’.પુતીને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના (CPC) 19મી રાષ્ટ્રીય કોંગ્રેસ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, તેમણે લાંબા ગાળે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા સાનુકૂળ સ્થિતિનું નિર્માણ કર્યું છે. વધુમાં પુતીને જણાવ્યું કે, ‘તાજેતરનાં નિર્ણયોએ અમારા સંબંધો વધુ સ્થિર બનાવ્યા છે, માત્ર વચગાળાના સમય માટે જ નહીં પરંતુ લાંબા ગાળા માટે પણ’.

પુતિને જણાવ્યું હતું કે, કોરિયાઈ ટાપુને પરમાણુ શસ્ત્રોથી મુક્ત કરવા તેમજ નિઃશસ્રીકરણને આગળ વધારવા માટે ચીને સકારાત્મક પ્રયાસ કર્યા છે. આ અંગેની મડાગાંઠનો ઉકેલ લાવવા ચીનની વ્યાપક અને આવકારદાયક ભૂમિકા રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]