અમેરિકાએ ફરીવાર ઈરાન પર લગાવ્યા પ્રતિબંધ, ટ્રમ્પે કહ્યું નવા પરમાણુ કરાર અંગે કરશે વિચાર

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન ઉપર ફરીવાર પ્રતિબંધ મૂક્યો છે. વર્ષ 2015ના અણુ કરાર બાદ પછી ઈરાનથી આ પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો હતો. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, તેઓ ઈરાન સાથે નવા પરમાણુ સોદા કરવા અંગે વિચાર કરી શકે છે.આ વર્ષે મે મહિનામાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પરમાણુ કરારમાંથી બહાર મુકવાની જાહેરાત કરી હતી. જાણકારોનું માનીએ તો, ઈરાન પર નવેસરથી પ્રતિબંધ લાગૂ કરાયા બાદ ભારત જેવા દેશોમાં મોટી અસર પડશે. કારણકે ઈરાન સાથે ભારત પરંપરાગત અને ઐતિહાસિક વ્યાપારિક સંબંધો ધરાવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘આજે અમેરિકા દ્વારા ઈરાન પર નવેસરથી પરમાણુ સંબંધિત પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આ પ્રતિબંધોને 14 જુલાઈ 2015ના રોજ દુર કરવામાં આવ્યા હતા.

અમેરિકન પ્રેસિડેન્ટે જણાવ્યું કે, પરમાણું સંબંધિત પ્રતિબંધ 05 નવેમ્બર 2018થી લાગૂ કરવામાં આવશે. જેમાં ઈરાનના ઊર્જા ક્ષેત્રને ટાર્ગેટ કરીને લગાવવામાં આવેલા પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, આ નિયંત્રણો બાદ પેટ્રોલિયમ સંબંધિત વ્યવહારો પ્રભાવિત થશે. આ ઉપરાંત વિદેશી નાણાંકીય સંસ્થાઓનો ઈરાનની સેન્ટ્રલ બેન્ક સાથેનો વ્યવહાર પણ બંધ થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]