પાકિસ્તાન આતંકી સંગઠનોને નાથવામાં નિષ્ફળઃ અમેરિકી રિપોર્ટ

વોશિંગ્ટનઃ અમેરિકી સરકારના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મહોમ્મદ જેવા સંગઠનોને ફંડિંગ, રિક્રૂટિંગ અને ટ્રેનિંગ પર રોક નથી લગાવી શક્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સંગઠનો સાથે જોડાયેલા સમૂહોને ગત જુલાઈમાં ખુલ્લેઆમ ચૂંટણી લડવાની પણ મંજૂરી આપવામાં આવી છે. કન્ટ્રી રિપોર્ટ ઓન ટેરરિઝમ 2018 નામથી પ્રકાશિત આ દસ્તાવેજમાં પાકિસ્તાનને લઈને જે પણ કહેવામાં આવ્યું છે કે તેની વર્તમાન છબી સાથે પણ મેળ ખાય છે.

આમાં આગળ લખવામાં આવ્યું છે કે પાકિસ્તાન, અફઘાન તાલિબાન અને હક્કાની નેટવર્ક જેવા આતંકી સંગઠનોને પોતાની જમીનનો ઉપયોગ કરવા પર પણ રોક લગાવી શકવામાં નિષ્ફળ નિવડ્યું છે. જ્યારે પાકિસ્તાન અફઘાન સરકાર અને તાલિબાનીઓ વચ્ચે રાજનૈતિક સમન્વયની ખુલીને વકીલાત કરે છે.

રિપોર્ટમાં ફાઈનાંશિયલ ટાસ્ક ફોર્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેણે પાકિસ્તાનથી લશ્કર જેવા આતંકી સંગઠનો પર સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોને લાગૂ ન કરવા પર ગાળીયો કસ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક આતંકી જાહેર થઈ ચૂકેલા હાફિઝ સઈદે મિલ્લી મુસ્લિમ લીગની સ્થાપના કી જેના ઉમેદવારોએ 2018 ની ચૂંટણીમાં ચૂંટણી લડી હતી. દસ્તાવેજમાં વર્ષ 2018 માં પાકિસ્તાન પર થયેલા આતંકી હુમલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ હુમલામાં તહરીક-એ-તાલિબાન, જામત-ઉલ-અરહર, ISIS ખુરાસન અને લશ્કર-એ-ઝાંગવી, અલ-આલમી જેવા આતંકી સંગઠનોનો સમાવેશ થાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન પર 2018 માં ઘણા આતંકી હુમલા થયા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીએ તે ખૂબ ઓછા હતા. આતંકી સંગઠનોએ બલૂચિસ્તાન અને સિંધ પ્રોવિન્સમાં સરકારી અને બીન સરકારી સંસ્થાનો અને ડિપ્લોમેટિક નિશાના બનાવ્યા જે સતત ચાલુ છે. આ સાથે જ આ આતંકીઓએ વર્ષ 2018 માં નાગરિકો, પત્રકારો, સામુદાયિક નેતાઓ, સુરક્ષા દળો અને પોલીસ તેમજ શાળાઓને નિશાન બનાવી કે જેમાં ઘણા લોકો ઘાયલ થયા. અલ્પસંખ્યકોને આ આતંકી સંગઠનોથી સૌથી વધારે ખતરો છે.

રિપોર્ટમાં એપણ કહેવામાં આવ્યું છે કે મની લોન્ડ્રિંગ પર બનેલા એશિયા પેસેફિક સમૂહનું પાકિસ્તાન સભ્ય પણ છે કે જે FATF ની જેમ કાર્ય કરે છે, આમાં પાકિસ્તાને મની લોન્ડ્રિંગ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય માનકોના હિસાબથી કાર્યવાહી કરવાની માંગ કરી છે. જ્યારે સત્ય એ છે કે આતંકવાદ રેઝિસ્ટન્સ લો અંતર્ગત આતંકી ફંડિંગને તે અપરાધ જાહેર કરવાની પણ આના પર કાર્યવાહી નથી કરવામાં આવી.