ખૂંખાર આતંકી સંગઠન ISIS નો ખાત્મો કરી દેવામાં આવ્યો છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

0
620

અમેરિકાઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે આતંકી સંગઠન ISIS નો ખાત્મો કરી દેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે સંભવતઃ આવતા સપ્તાહે કોઈપણ સમયે આઈએસને તેના કબ્જા વાળા ક્ષેત્રોથી 100 ટકા સુધી ખદેડી દીધાની ઔપચારિક જાહેરાત થશે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકી સેના, તેની ગઠબંધન સહયોગી અને સીરિયન ડેમોક્રેટિક ફોર્સીઝે સીરિયા અને ઈરાંકમાં પહેલા આઈએસના કબ્જામાં રહેલા આખા ક્ષેત્રને લગભગ આઝાદ કરાવી દીધું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં કહ્યું કે સંભવતઃ આવતા સપ્તાહે એ જાહેરાત કરવામાં આવશે કે અમે આઈએસના ક્ષેત્ર પર 100 ટકા સુધી નિયંત્રણ કરી લીધું છે પરંતુ હું ઔપચારિક જાહેરાતની રાહ જોવા ઈચ્છું છું. હું ઉતાવળમાં કશું જ નથી કહેવા માંગતો. તેમણે કહ્યું કે તેમના પ્રશાસનના નવા વલણના કારણે મેદાન પર અમેરિકી કમાન્ડર અને ગઠબંધનના સહયોગી સશક્ત થયા અને તેમણે સીધા જ આઈએસની દુષ્ટ વિચારધારાનો સામનો કર્યો. ટ્રમ્પે જણાવ્યું કે છેલ્લા બે વર્ષોમાં અમેરિકા અને તેના સહયોગીઓએ 20,000 વર્ગ માઈલથી વધારે ભૂમિ પર ફરીથી નીયંત્રણ જમાવ્યું છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે અમે યુદ્ધનું એક મેદાન જીત્યું અને ત્યારબાદ જીતતા ચાલ્યા ગયા અને મોસુલ તેમજ રક્કા બંન્ને ફરીથી પોતાના નીયંત્રણમાં લઈ લીધા. તેમણે જણાવ્યું કે આઈએસના સો થી વધારે અન્ય શીર્ષ અધિકારીઓનો ખાત્મો કરવામાં આવ્યો અને હજારો આઈએસ લડાકુઓને ખદેડી દેવામાં આવ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા અને તેના આંતરરાષ્ટ્રીય સહયોગીઓએ ખૂંખાર આતંકીઓની ચૂંગાલમાંથી આશરે 50 લાખથી વધારે નાગરિકોને મુક્ત કરાવ્યા છે. ટ્રમ્પે જણાવ્યું કે આતંકવાદ વિરુદ્ધ સંઘર્ષ એક સંયુક્ત લડાઈ છે. ટ્રમ્પે અમે સાથે મળીને લડાઈ લડી છે. જો અમે સાથે મળીને ન લડતા તો ક્યારેય આજ જેવી સ્થિતી ન થઈ શકત. બધાને પોતાની ભૂમિકા અદા કરવાની છે અને પોતાનું યોગદાન આપવાનું છે.