નાગરિકતા સુધારા બિલઃ અમેરિકાના સાંસદને કેમ એ મુસ્લિમ વિરોધી લાગે છે?

વોશિંગ્ટનઃ નાગરિકતા સુધારણા બિલ 2019 (ઇન્ડિયા સિટિઝનશિપ એમેન્ડમેન્ટ બિલ 2019) પસાર કર્યા પછી પણ વિવાદ શમી રહ્યો નથી. હવે અમેરિકાના મુસ્લિમ સાંસદ, આન્દ્રે કાર્સન કહે છે કે, મુસ્લિમોને બીજા વર્ગના નાગરિક બનાવવાનો ભારત સરકારનો આ એક અસરકારક પ્રયાસ છે.

કાર્સને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ભારતના નાગરિકતા સુધારણા બિલ 2019 માં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાન તરફથી ધાર્મિક ઉત્પીડનને લીધે 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોના બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ છે.

કાર્સને નાગરિકતા સુધારણા બિલ 2019 પસાર થવાનું પગલું જોખમી ગણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે ભારત સરકારે બંધારણવાદની તેની સમૃદ્ધ પરંપરાને ઓછી આંકી છે. આ પગલાંએ ભારતના ભાવિ પર સવાલો ઉભા કર્યા છે. આ બિલ પસાર થવું એ વડા પ્રધાન મોદીનું બીજું જીવલેણ પગલું છે. નોંધપાત્ર વાત એ છે કે, ભારત સરકારે 5 ઓગસ્ટે કલમ 370 ને દૂર કરીને જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાને ભારતના આ પગલાનો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ ભારતે આ પગલાંને આંતરિક બાબત ગણાવી હતી.