12 ડિસેમ્બરે બ્રિટનમાં ચૂંટણીઃ બોરિસ જોન્સનના પ્રસ્તાવને સાંસદોનું સમર્થન

લંડનઃ જો બધુ જ ઠીક રહ્યું તો બ્રિટનમાં 12 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. બેક્ઝિટ ગતિરોધ ખતમ કરવા માટે ચૂંટણી કરાવવાને લઈને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનના પ્રસ્તાવનું બ્રિટનના સાંસદોએ સમર્થન કર્યું છે. હાઉસ ઓફ કોમન્સે ચૂંટણીની તારીખના પક્ષમાં મતદાન કર્યું. હવે વારો હાઉસ ઓફ લોર્ડ્સનો છે. જો તેપણ આ સંબંધમાં વિધેયક પસાર કરી દે અને આ વિધેયક કાયદાનું રુપ લઈ લે તો બ્રિટનમાં એક વર્ષની અંદર ત્રીજી ચૂંટણી યોજાશે.  

સપ્તાહના અંત સુધીમાં વિધેયક હાઉસ ઓફ લોર્ડ્સમાં કાયદો બની જાય તેવી અપેક્ષા છે. તો બ્રિટનમાં તે ચાર વર્ષની અંદર ત્રીજી ચૂંટણી હશે. કાયદો બન્યા બાદ નેતાઓને મતદાનની તારીખ એટલે કે 12 ડિસેમ્બર સુધી પાંચ સપ્તાહ સુધી ચૂંટણી પ્રચાર કરવાનો સમય મળશે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનના ક્રિસમસ પહેલા ચૂંટણી કરાવવાની મનોઈચ્છાને બ્રેક્ઝિટના પક્ષમાં જન સમર્થન એકત્ર કરવાની કવાયત તરીકે જોવામાં આવી રહી છે. બ્રિટનના વડાપ્રધાન ચૂંટણી સાંસદોના સમર્થનથી જ કરાવી શકે. આ પહેલા જોનસન ત્રણવાર સાંસદોનું સમર્થન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે.

વડાપ્રધાન બોરિસ જોનસનનો 12 ડિસેમ્બર સુધી ચૂંટણી કરાવવાનો આ ચોથો પ્રયત્ન હતો જેમાં તે સફળ થતા દેખાઈ રહ્યા છે. ગત દિવસોમાં યૂરોપીય યૂનિયથી બ્રિટનને 31 ઓક્ટોબર સુધી બહાર નિકાળવા માટે જોનસને કરો યા મરો સંકલ્પ આપ્યો હતો જે નિષ્ફળ રહ્યો. યૂરોપીય યૂનિયન દ્વારા બ્રેક્ઝિટ સમયસિમાને 31 જાન્યુઆરી સુધી વધારી દેવામાં આવી હતી. હવે તેમને હાઉસ ઓફ કોમન્સથી ચૂંટણીના વિધેયક પર સફળતા મળી છે.