આઈડી કાર્ડચેક કર્યાં બાદ 14 જણને ગોળીએ દેતાં આતંકીઓ, બલૂચિસ્તાનમાં બની ઘટના

બલૂચિસ્તાનઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકી હુમલાની ઘટના બની હતી. જેમાં 14 લોકોને ઠાર માર્યાં હતાં. પાકિસ્તાન મીડિયા અહેવાલ મુજબ, મકરાન કોસ્ટલ હાઇવે પર આ હુમલો થયો છે. અંગ્રેજી સમાચારપત્ર ડોનની વેબસાઇટ મુજબ, હુમલાખોરોએ સેનાનો ગણવેશ પહેર્યો હતો અને તેઓ 15-20ની સંખ્યામાં હુમલાને અંજામ આપ્યો હતો.

આતંકીઓએ 17મી એપ્રિલની રાત્રે બૂઝી ટૉપ વિસ્તારમાં મકરાન કોસ્ટલ હાઇવે પર કરાંચીથી ગ્વાદર જઈ રહેલી બસને રોકીને હુમલો કર્યો હતો. હુમલાખોરોએ 5-6 બસો રોકી હતી અને મુસાફરોની તલાશી લીધી હતી. ત્યારબાદ બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાંથી 16 યાત્રીઓને અલગ ઉતાર્યા હતા અને તેમના પર ગોળી ચલાવી તેમને મોતને ઘાટ ઉતાર્યાં હતાં. ભોગ બનનારા લોકોમાંથી 2 વ્યક્તિ ભાગવામાં સફળ રહ્યાં હતાં. બંને ઘાયલ વ્યક્તિઓની હૉસ્પિટલમાં સારવાર થઈ રહી છે.

બલૂચિસ્તાનના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલિસ હસન બટ્ટે ડૉનને જણાવ્યું કે આ હુમલામાં ચોક્કસ યાત્રીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા કારણ કે પહેલાં એ યાત્રીઓના આઈકાર્ડ ચેક કરવામાં આવ્યા હતાં. આતંકી હુમલાને લઇને તપાસ એજન્સીઓ કામે લાગી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે ગયાં સપ્તાહે આતંકીઓએ ક્વેટામાં હઝારા સમુદાયના લોકોને નિશાને લઈ અને 20 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]