ટ્વીટરના સીઈઓએ ફેસબુકના સીઈઓને કર્યા અનફોલોઃ આખી દુનિયાએ નોંધ લીધી

નવી દિલ્હીઃ ટ્વીટરના સીઈઓ જૈફ ડોર્સી અને ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગનો મત સામાન્ય રીતે એક મુદ્દા પર બિલકુલ અલગ-અલગ હોય છે. આ બંન્ને દિગ્ગજ કંપનીઓના સીઈઓ એકવાર ફરીથી એક સાથે ચર્ચામાં આવ્યા છે. હકીકતમાં જૈફ ડોર્સીએ ઝુકરબર્ગને ટ્વીટર પર અનફોલો કરી દિધા છે. આટલું જ નહી, પરંતુ ટ્વીટરના સીઈઓએ ફેસબુકના સીઈઓને જેવા અનફોલો કર્યા કે તરત જ દુનિયાભરના લોકોનું ધ્યાન આના પર ગયું. ઝુકરબર્ગને અનફોલો કરતા પહેલા ડોર્સીએ @bigtechalert નામના એક ટ્વીટર અકાઉન્ટને ફોલો કર્યું. આ ટ્વીટર અકાઉન્ટ ટેક કંપનીઓના સીઈઓની ફોલો અનફોલો કરવાની એક એક્ટિવીટી પર નજર રાખે છે. આનાથી માનવામાં આવી રહ્યું છે કે ડોર્સી ઈચ્છે છે કે ટ્વીટર પર ઝુકરબર્ગને અનફોલો કરવાની તેમની એક્ટિવીટી પર દુનિયાની નજર પડે.

ડોર્સીના @bigtechalert ને ફોલો કર્યા બાદ આ અકાઉન્ટે ટ્વીટ કર્યું, ‘@jack હવે @BigTechAlert ને ફોલો કરી રહ્યા છે. આની તુરંત બાદ @BigTechAlert દ્વારા ટ્વીટ કરાયું, “@jack” હવે @finkd ને અનફોલો નથી કરી રહ્યા.

આટલું જ નહી પરંતુ ટ્વીટરના ઓફિશિયલ પીઆર અકાઉન્ટ @twittercomms દ્વારા આના પર તુરંત એક પ્રતિક્રિયા આપવામાં આવી. આમાં કહેવામાં આવ્યું કે ઝુકરબર્ગે 2012થી @finkd અકાઉન્ટથી કોઈ ટ્વીટ કર્યું નથી અને તેમના અકાઉન્ટમાં માત્ર 12 ટ્વીટ જ છે.

આ બંન્ને સીઈઓના પોતાના પ્લેટફોર્મ્સ પર મુક્ત અભિવ્યક્તિ, ફેક ન્યૂઝ અને પોલિટીકલ એડવર્ટાઈઝમેન્ટ પર અલગ અલગ મત છે. ડોર્સીએ તાજેતરમાં પોતાના પ્લેટફોર્મ, એટલે કે ટ્વીટર પર તમામ પ્રકારની રાજનૈતિક એડવર્ટાઈઝમેન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે, જ્યારે ઝુકરબર્ગ આવું કરવાથી પીછેહટ કરી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]