ડોનાલ્ડ ટ્રમ્પે માઈક પોમ્પિયોનો નોર્થ કોરિયાનો પ્રવાસ રદ્દ કર્યો

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશપ્રધાન માઈક પોમ્પિયોના નોર્થ કોરિયાના આગામી વિદેશ પ્રવાસ રદ્દ કરવાની જાહેરાત કરી છે. અને પરમાણુ સંપન્ન દેશના નિ:શસ્ત્રીકરણને લઈને ચીનની પણ આલોચના કરી છે.ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘મેં વિદેશપ્રધાન માઈક પોમ્પિયોને હાલમાં નોર્થ કોરિયા નહીં જવા જણાવ્યું છે. કારણકે મને લાગે છે કે, અમે કોરિયાઈ ટાપુને પરમાણુ નિરસ્ત્રીકરણના સંબંધમાં યોગ્ય પ્રગતિ નથી કરી રહ્યાં’.

વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, આ ઉપરાંત ચીન સાથે અમારી કડક વ્યાપાર નીતિ અને ટ્રેડવૉરના સંજોગોને કારણે મને નથી લાગી રહ્યું કે, ચીન કોરિયાઈ ટાપુના પરમાણુ નિરસ્ત્રીકરણ માટે અમને એ પ્રકારે મદદ નહીં કરે જે પહેલા કરતા હતા.

વધુ એક ટ્વીટ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, માઈક પોમ્પિયો નજીકના ભવિષ્યમાં નોર્થ કોરિયાના પ્રવાસે જઈ શકે છે. પરંતુ એ અમેરિકા અને ચીનના વ્યાપાર સંબંધો કેટલી હદે સુધરે છે તેના પર નિર્ભર રહે છે. ટ્રમ્પે કહ્યું કે, ત્યાં સુધી હું નોર્થ કોરિયાના વડા કિમ જોંગને મારા તરફથી ઉષ્માપૂર્ણ સંબંધો અને સલામ મોકલાવું છું. અને તેમની સાથે નિકટ ભવિષ્યમાં મુલાકાત થાય તેવી કામના કરું છું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]