ટ્રમ્પ બોલ્યાંઃ રાક્ષસના અપરાધની સજા છે, સીરિયા પર હૂમલાથી ચીન નારાજ

વૉશિગટન– અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે મહત્વની જાહેરાત કરી છે, અને કહ્યું છે કે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે સીરિયાના બશર અલ અસદની સરકાર વિરુદ્ધ સૈન્ય હૂમલાઓ શરુ કર્યા છે. ટ્રમ્પે યુદ્ધગ્રસ્ત દેશ પર આપણા જ લોકો સામે રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. જેને પગલે ચીને સીરિયામાં એરસ્ટ્રાઈક પર નારાજગી દર્શાવી છે. ચીને કહ્યું છે કે સીરિયા પર સૈન્ય કાર્યવાહી એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.વ્હાઈટ હાઉસ તરફથી જાહેર થયેલ નિવેદનમાં ટ્રમ્પે સીરિયા પર હૂમલો અને તેની સાથે જોડાયેલી તમામ વાતો પર અમેરિકા પક્ષ રજૂ કરી શકે છે.

અમેરિકાના પ્રેસિડેન્ટે દાવો કર્યો છે કે સંયુક્ત કાર્યવાહીનો હેતુ રાસાયણિક હથિયારોનું ઉત્પાદન, પ્રસાર અને તેના ઉપયોગની વિરુદ્ધ મજબૂત પ્રતિરોધક તંત્ર સ્થાપિત કરવું જોઈએ. ટ્રમ્પે કહ્યું કે તેમણે સીરિયા વિરુદ્ધ સટીક હૂમલા કરવા આદેશ આપ્યો છે. સીરિયાએ ડૂમામાં છેલ્લા સપ્તાહે સંદિગ્ધ ઝેરી ગેસ હૂમલા કર્યા હતા, અને કેટલાય લોકોના મોત થયા હતા.

ટ્રમ્પે રાષ્ટ્રના નામે સંબોધન કરી કહ્યું હતું કે આ કોઈ વ્યક્તિની કાર્યવાહી નથી. આ એક રાક્ષસનો અપરાધ હતો, તેમણે વધુમાં કહ્યું કે અમેરિકા, સીરિયા પર ત્યાં સુધી દબાણ બનાવી રાખશે કે જ્યાં સુધી અસદ સરકાર રાસાયણિક હથિયારોનો ઉપયોગ બંધ નહી કરે. તેમણે સીરિયાઈ સરકાર વિરુદ્ધ લડાઈમાં સામેલ થવા માટે બ્રિટન અન ફ્રાન્સનો આભાર માન્યો હતો.