ટ્રમ્પે કહ્યું, અમેરિકા આવવા ઈચ્છો છો, તો આ ગુણ હોવા જોઈએ!

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે, યોગ્ય અને મદદ કરી શકનારા લોકો જ અમેરિકામાં આવે. અને અન્ય લોકો ગેરકાયદે રીતે અમેરિકાની સરહદમાં પ્રવેશ કરે નહીં. ટ્રમ્પે ગતરોજ વ્હાઈટ હાઉસમાં પત્રકારોને સંબોધન કરતાં કહ્યું કે, ‘સરહદના પ્રશ્નોને લઈને હું ઘણો કડક છું.વધુમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘હું ઈચ્છું છું લોકો તેની યોગ્યતાના આધારે અમેરિકામાં પ્રવેશ કરે. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનારા લોકોને ચલાવી લેવાશે નહીં.

ટ્રમ્પના આ પગલાથી ભારત જેવા દેશોના ટેકનિકલ વ્યાવસાયિકોને મદદ કરી શકે છે. તેઓએ કહ્યું કે, ‘હું શું ઈચ્છું છું? યોગ્યતા. ટ્રમ્પે કહ્યું કે, હું ઈચ્છું છું કે, આપણા દેશમાં અનેક લોકો આવે. આપણા દેશમાં ફરીવાર શ્રેષ્ઠ કાર કંપનીઓ આવી રહી છે.

ગત 35 વર્ષોમાં આવું થયું નથી. ફોક્સકોન જેવી કંપનીઓ છે જે વિસ્કોન્સિનમાં એક વિશાળ પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. ટ્રમ્પે તેમની વાત દોહરાવતા કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે, વધુ લોકો અમેરિકા આવે પરંતુ તેઓ તેમના મેરિટના આધારે આવે અને અમને મદદરુપ થઈ શકે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]