અમેરિકાના પ્રસિદ્ધ CIA એજન્ટનું નિધન, તેમના પર બની ચૂકી છે ઓસ્કાર વિનિંગ ફિલ્મ

વોશિગ્ટન: CIAના પૂર્વ એજન્ટ ટોની મેન્ડેજનું ગત શનિવારના રોજ નિધન થઈ ગયું, તે ઘણા લાંબા સમયથી પાર્કિસન્સ ડિસીઝના રોગથી પીડાતા હતાં. તેમણે 1980માં અમેરિકન બંધકોને ઈરાનની ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે એક જબરજસ્ત પ્લાન અમલમાં મૂક્યો હતો. હોલિવુડ ફિલ્મ ‘આર્ગો’ તેમને અમર કરી દીધા હતાં.

ટોની મેન્ડેજે 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધો હતો. તેમના પરિવારજનોએ જણાવ્યું કે, મેન્ડેજને નેવાડાની નજીકમાં આવેલા એક ખાનગી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. અમેરિકન અધિકારી ક્રિસ્ટી ફ્લેચરે ટોનીના પરિવારજનોનું નિવેદન ટ્વિટ કર્યું હતું. પરિવારજનોએ એક નિવેદનમાં કહ્યું છે કે, ટોની મેન્ડેજ અને તેમની પત્ની જોના મેન્ડેજે એક પબ્લિશનને પોતાનું પુસ્તક આપ્યું હતું. તે કહાનીઓને પૂરી કરતાં કરતાં તેમનું મૃત્યું થઈ ગયું. ટોની છેલ્લાં 10 વર્ષથી પાર્કિસન્સ ડિસીસથી પીડાતા હતાં.

જ્યારે 1979માં તહેરાનમાં ઈરાની સેનાએ અમેરિકન દૂતાવાસ પર કબજો કર્યો હતો, તે સમયે અમુક રાજદ્વારીઓ પાછલા બારણેથી ભાગવામાં સફળ રહ્યાં હતાં. ભાગવામાં સફળ થયેલા રાજદ્વારીઓએ કેનેડિયન દૂતાવાસમાં શરણ લીધું હતું. ગુપ્ત પ્લાનના નિષ્ણાત ટોની મેન્ડેજે ફસાયેલા અમેરિકનોને બચાવવા માટે એક પ્લાન ઘડ્યો હતો. આ સંપૂર્ણ પ્લાનને હોલિવુડની સાયન્સ ફિક્શન ફિલ્મ ‘આર્ગો’ના માધ્યમથી રજૂ કરવામાં આવ્યો છે.

ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે, નકલી કેનેડિયન પાસપોર્ટથી સજ્જ છ અમેરિકન રાજદ્વારી સુરક્ષા ભેદીને ઈરાન ગયાં હતાં અને 27 જાન્યુઆરી 1980ના રોજ ફસાયેલા તમામ અમેરિકન લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતાં. આ ફિલ્મે વર્ષ 2013માં ત્રણ ઓસ્કર એવોર્ડ જીત્યા હતાં, ઉપરાંત ફિલ્મને બેસ્ટ મોશન ફિલ્મથી પણ સન્માનિત કરવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]