ઈસ્લામ છોડી દીધો છે, પરિવાર મારી નાખશે: સાઉદી યુવતીએ કરી મદદની અપીલ

બેંગકોક: તાજેતરમાં બેંગકોક એરપોર્ટ પરથી 18 વર્ષની સાઉદી અરબની યુવતીને પકડવામાં આવી હતી. રહાફ મોહમ્મદ એમ અલ્કુનૂન નામની આ યુવતીનું કહેવું છે કે,  જો તેને થાઈ અધિકારીઓ પરત પોતાના દેશમાં મોકલી દેશે તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. તંવગર પરિવારથી સંબધ ધરાવતી રહાફના પિતા એક ઉદ્યોગપતિ છે.

અલ્કુનૂન બેંગકોકના એરપોર્ટ પર કહ્યું કે, તે જ્યારે અહીં પહોંચી ત્યારે તેમના સાઉદી અને કુવૈતના અધિકારીઓએ અટકાયત કરી હતી, અને મારી યાત્રાના ડોક્યુમેન્ટ બળજબરીથી જપ્ત કરી લીધા હતાં. રહાફના દાવાનું હ્યુમન રાઈટ્સ વોચે સમર્થન કર્યું છે. રહાફે વધુમાં કહ્યું કે, એ લોકોએ માટો પાસપોર્ટ પણ લઈ લીધો છે.

યુવતીના જણાવ્યા મુજબ તે નાસ્તિક છે અને તેના મુસ્લિમ પરિવારના નિર્દયી પ્રતિબંધોથી બચવા તેની પાસે આ એક માત્ર ઉકેલ હતો.

રહાફે ટ્વીટ કરી હતી કે, હું એકલી રહી શકું છું, સ્વતંત્ર અને એ બધા લોકોથી દૂર જે મારી ગરિમા અને મારા સ્ત્રી હોવા પર સન્માન નથી કરી શકતા. મારી સાથે પરિવારે હિંસક વર્તન કર્યું જેના મારી પાસે પૂરતા પૂરાવા છે. રહાફે આ બાબતે અનેક ટ્વીટ કરીને ઘણા લોકો પાસેથી મદદ માગી હતી. અહી સુધી કે રહાફે સંયુક્ત રાષ્ટ્ર પાસે પણ શરણ આપવાની માગ કરી છે.

ઘરેથી ભાગીને જીવનનો આનંદ માણવા માટે રહાફે જણાવ્યું કે, એક વાર મે મારા વાળ કપાવ્યા હતાં, જે પછી મારા પરિવારે મને 6 મહિના સુધી ઘરમાં પૂરી રાખી હતી, મારું પરિવાર ઘણું જ રુઢિચુસ્ત છે અને મને તે જીવનથી છુટકારો મેળવવો હતો. પ્રથમ મે ઓસ્ટ્રેલિયાની ટિકિટ લીધી કારણ કે ત્યાં ટૂરિસ્ટ વિઝા સરળતાથી મળી જાય છે. મારો ધ્યેય હતો કે, ત્યાં પહોંચીને પોતાના માટે શરણ આપવાની માગ કરીશ.

પોતાની સ્વતત્રંતા માટે ઝઝૂમી રહેલ રહાફ કેટલાક વકીલો સાથે સંપર્કમાં હતી. કુવૈત એરલાઇન્સથી બેંગકોક પહોંચનાર રહાફનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. રહાફે મદદની માગ કરતા જણાવ્યું હતું કે, મેં ઇસ્લામ છોડી દીધો છે અને મારા પરિવારને આ બાબતની જાણ થશે તો તેઓ મારી હત્યા કરી નાખશે.

ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મુસ્લિમ મોડલની કેટલાક કટ્ટરપંથીઓ દ્વારા જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. યુવતી આઝાદ વિચારોની હતી અને જીવન પોતાની રીતે માણવા ઇચ્છતી હતી. પરંતુ તેની આધુનિક પશ્રિમી લાઇફ સ્ટાઇલને કારણે નિર્દયતાથી હત્યા કરાઇ હતી.

આ યુવતીની મદદ કરવા માટે લોકોએ ટ્વીટ કરીને ભારતના  વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજને મદદની અપીલ કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]