વિશ્વના સૌથી ઠંડા પ્રદેશ, આ રહ્યા…  

મોસ્કોઃ ઉત્તર ભારતમાં હાલના દિવસોમાં કડકડતી ઠંડી પડી રહી છે. આવામાં લોકો તાપણાં અને હીટરનો સહારો લઈ રહ્યા છે. કેટલીય જગ્યાએ પારો શૂન્યથી નીચે ચાલી રહ્યો છે, પણ વિશ્વમાં કેટલીક જગ્યાઓ એવી પણ છે, જ્યાં વર્ષના 12 મહિના બરફ જામેલો રહે છે. અહીં પીવાના પાણી માટે બરફને ઓગાળવો પડે છે. જરા વિચારો કે આ જગ્યાએ રહેતા લોકોનું જીવન કેવું હશે? ચાલો, જાણીએ કેટલીક એવી જગ્યાઓ વિશે જ્યાં વિશ્વની સૌથી વધુ ઠંડી પડે છે.

વોસ્ટોક વેધર સ્ટેશન (એન્ટાર્ટિકા)- એન્ટાર્ટિકા સ્થિત રશિયાનું આ રિસર્ચ સ્ટેશન કે જ્યાં વિશ્વની સૌથી વધુ ઠંડી જગ્યાઓમાંનું એક છે. 21 જુલાઈ, 1983માં અહીંનું તાપમાન (-) 89.2 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ગયું હતું. ઉનાળામાં પણ અહીંનું તાપમાન (-) 32 ડિગ્રી સેલ્સિશયસ રહે છે.

ઉલાનબાટાર (મંગોલિયા)- મંગોલિયાની રાજધાની ઉલાનબાટારનો વિશ્વના સૌથી ઠંડા પ્રદેશોમાં સમાવેશ છે. અહીં તાપમાન (-) 16 ડિગ્રી સેલ્સશિયસથી ઉપર નથી જતું. મંગોલિયાની અડધોઅડધ વસતિ ઉલાનબાટારમાં રહે છે.

માઉન્ટ ડેનાલી (અલાસ્કા)- વર્ષ 2003માં અહીંનું તાપમાન (-) 83 ડિગ્રી સેલ્સિશયસ ગયું હતું. આ પર્વતનું શિખર 12 મહિના ગ્લેશિયરથી ઢંકાયેલું રહે છે.

ફોર્ટ સેલ્કિક (કેનેડા)- છેલ્લાં કેટલાંક વર્ષોથી સરકારના કેટલાક વૈજ્ઞાનિકો શોધ માટે અહીં રહે છે. અહીંનું ન્યૂનતમ તાપમાન (-) 75 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યું છે.

ઓયમયકોં (સાઇબેરિયા)– વિશ્વના સૌથી ઠંડીની જગ્યાઓમાં ઓયમયકોંનું નામ પાંચમા ક્રમે છે. અહીં 12 મહિના ઠંડીની મોસમ રહે છે. અહીંની ન્યૂનતમ તાપમાન (-) 71 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યું છે.

નોર્થ આઇસ (ગ્રીનલેન્ડ)– ગ્રીનલેન્ડમાં બ્રિટિશ સરકારનું એક વૈજ્ઞાનિક કેન્દ્ર સ્થાપિત છે. આ વિસ્તારમાં હંમેશાં સ્નો પડતો રહે છે. અહીંનું ન્યૂનતમ તાપમાન (-) 86 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવી ચૂક્યું છે.