અફઘાનિસ્તાન: તાલિબાને ભારતના 6 એન્જીનિયર્સને બંધક બનાવ્યા, સરકાર સતર્ક

કાબુલ- અફઘાનિસ્તાનમાં આતંકી સંગઠન તાલિબાને 6 ભારતીય એન્જીનિયર્સ સહિત 7 લોકોને બંધક બનાવ્યાં છે. મળતી માહિતી મુજબ તાલિબાની આતંકીઓએ સાત લોકોને સરકારી કર્મચારી સમજીને બંધક બનાવ્યાં છે. આ લોકોને અફઘાનિસ્તાનના બાઘલાન પ્રાંતમાંથી બંધક બનાવવામાં આવ્યાં છે. બંધક બનાવાયેલા લોકો ભારતીય કંપનીના કર્મચારી છે. જે અફઘાનિસ્તાનમાં વિજળીના સબસ્ટેશનમાં કામ કરી રહ્યાં હતાં.સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ બાઘલાન પ્રાંતમાં બંદૂકધારીઓએ KEC ઈન્ટરનેશનલ કંપનીમાં કામ કરનારા સાત લોકોને બંદૂકની અણી પર બંધક બનાવ્યા હતા. બંધક બનાવાયેલા લોકોમાં 6 ભારતીય જ્યારે એક અફઘાન નાગરિક છે.

બાઘલાન પ્રાંતના ગવર્નર અબ્દુલહાઈ નિમાતીએ દાવો કર્યો છે કે, તાલિબાની આતંકીઓએ સાત કર્માચારીઓને સરકારી કર્મચારી સમજીને ભૂલથી બંધક બનવ્યા છે. નિમાતીએ જણાવ્યું કે, તેઓ સ્થાનિક લોકો દ્વારા તાલિબાનનો સંપર્ક કર્યો છે. અને બંધક લોકોને મુક્ત કરાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

જોકે આ ઘટના અંગે KEC ઈન્ટનેશનલ કંપની ઘટના તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં નથી આવી. બીજી તરફ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનિએ તાલીબાની આતંકીઓને દેશમાં યોજાઈ રહેલી ચૂંટણી પ્રક્રિયામાં સહયોગ આપવા કહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]